રાજકોટની લક્ષ્મીવાડી હવેલી ખાતે બિરાજતા પુષ્ટિમાર્ગના સપ્તમપીઠાધિશ્વર પૂ.પા. ગોસ્વામી વ્રજેશકુમારજી મહારાજશ્રી (કામવન-રાજકોટ) ના માથે સંપ્રદાયીક સપ્તમનિધી ’ શ્રી મદનમોહન પ્રભુ ’ પૂર્વજોના સમયથી બિરાજી રહયાં છે . પ્રભુના વિવિધ ઉત્સવ મનોરથો અને દિવ્ય આધ્યાત્મિક કાર્યક્રમો થકી વૈષ્ણવોમાં ભાવ અને સંસ્કારોનું પોષણ આપની આગવી વિલક્ષણતા રહી છે. એજ સપ્તમપીઠ ગૃહમાં પૂ.પા.ગો.શ્રી વ્રજેશકુમારજી મહારાજશ્રીના પૌત્ર લાલજી અને સપ્તમપીઠ યુવરાજ પૂ.પા.ગો.શ્રી અનિરૂધ્ધ લાલજી મહોદયશ્રીના લાલન ચિ . ગો . રષેશકુમારજી મહોદયનો ભવ્ય યજ્ઞોપવિત સંસ્કાર આગામી તા . 1 ફેબ્રુઆરી થી તા . 3 ફેબ્રુઆરી 2023 દરમ્યાન રાજકોટ ખાતે યોજાવા જઈ છે.
અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા ચીમન લોટીયાએ જણાવ્યુંં હતુ કે
શ્રી રસરાજ રષેશ મહોત્સવ ’ ની ઉત્સવ શ્રેણીથી આયોજીત આ 10 દિવસીય પ્રસ્તાવ પ્રસંગના સુચારૂ આયોજન માટે સપ્તમપીઠાધિશ્વર ગો. વ્રજેશકુમારજી અને સપ્તમગૃહ યુવરાજ ગો . અનિરૂધ્ધલાલજી ની આગેવાની અને માર્ગદર્શનમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને દેશ વિદેશના ભાવિક અનુયાયીઓની એક ’ ’ પ્રસ્તાવ સમિતિ ’ ’ ની રચના કરવામાં આવી છે . 150 થી વધુ સ્વયં સેવકો સાથેની આ સમિતિ દ્વારા રાજકોટના કેનાલ રોડની જીલ્લા ગાર્ડન નજીક આવેલી ” વસુંધરા રેસીડેન્સી ’ ’ જયાં આ પૂર્વે સપ્તમગૃહના 2 – વિવાહ પ્રસ્તાવ કાર્યક્રમો યોજાઈ ચુકયા છે ત્યાં જ સાત એકર જમીનમાં વિરાટ પંડાલનું નિર્માણ સાથેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચુકી છે.
મદનમોહન પ્રભુની પધરામણી, સ્વાગત અને શોભાયાત્રા તેમજ મનોરથ
આ ‘યજ્ઞોપવિત પ્રસ્તાવ’ પ્રસંગે વિશેષ કૃપા સાથે સંપ્રદાયમાં દાયકાઓમાં જવલ્લેજ બનતી ઐતિહાસીક ઘટના સ્વરૂપે સપ્તમનિધી ’ ’ શ્રી મદનમોહન પ્રભુ ’ ’ ની કામવન (કામા) વ્રજ ઉત્તર પ્રદેશથી તા . 29 જાન્યુ . 2023 ના ખાસ પધરામણી થવા જઈ રહી છે.
‘શ્રી મદન મોહન પ્રભુ’ ના તા . 29/01 ના રાજકોટ આગમન સાથે ભવ્ય સ્વાગત શોભાયાત્રાથી શરૂ થતો આ ’ ’ શ્રી રસરાજ રષેશ મહોત્સવ ’ ’ પ્રસ્તાવ પ્રસંગ તા . 6 ફેબ્રુઆરી 2023 સુધી સળંગ 10 દિવસ ચાલશે . ઉપરાંત પ્રસ્તાવ પ્રસંગ દરમ્યાન તા . 03/02 ના ’ ’ શ્રી મદન મોહન પ્રભુ ’ ’ ને ’ ’ છપ્પન ભોગ ’ ’ સહિત 10 દિવસ રોજે રોજ વિવિધ મનોરથોનું આયોજન કરવામાં આવ્યું છે.
વૈષ્ણવ પરિવારના 51 બટુકોને સામુહિક યજ્ઞોપવિત સંસ્કાર અપાશે
અહીં જ પ્રસ્તાવ પંડાલમાં તા . 03/02/2023 ના રોજ સપ્તમ નિધી શ્રી મદન મોહન પ્રભુ ” ના અલૌકીક છપ્પન ભોગ દર્શન સહિત રોજે રોજ વિવિધ મનોરથોનું આયોજન સપ્તમપીઠ આચાર્યગૃહ દ્વારા પ્રભુના સુખાર્થ કરવામાં આવ્યુ છે. સાથો સાથ વૈષ્ણવ પરિવારના 51 બટુકોને સામુહિક યજ્ઞોપવિત સંસ્કારનું પણ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
આગામી તા . 29/01 થી તા . 6 ફેબ્રુઆરી 2023 દરમ્યાન યોજાનારા આ ’ શ્રી રસરાજ રષેશ મહોત્સવ ’ માં દેશભરની વૈષ્ણવ સૃષ્ટિને ભાવભેર જોડાઈ દર્શન – કિર્તન આનંદ રસથી લાભાન્વિત થવા સપ્તમપીઠ આચાર્ય પરિવાર અને પ્રસ્તાવ સમિતિ દ્વારા જાહેર નિમંત્રણ કરવામાં આવ્યું છે . બહારગામ સહિત પ્રસ્તાવ પ્રસંગે આવતા વૈષ્ણવો માટે નિત્ય પ્રસાદ (ભોજન) માટે સમિતિ દ્વારા ’ ’ શ્રી જશુબાઈ કાથડ મંડાણ ” ખાતે સળંગ 3 – દિવસ પ્રસાદ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેથી વિશાળ વૈષ્ણવ સૃષ્ટિને પ્રસ્તાવ પ્રસંગ દ્વારા દર્શન – કિર્તન સુખથી લાભાન્વીત થવાનો અમૂલ્ય અવસર જીલ્લા અનુરોધ.
સમગ્ર પ્રસ્તાવના આયોજન અને સંચાલનમાં જાણીતા વૈષ્ણવ અગ્રણી ચીમનભાઈ લોઢીયાની ઉમદા સેવા અને માર્ગદર્શન પ્રાપ્ત થઈ રહયાં છે.
ઉપક્રમે સેવા ભેટ તેમજ વ્યવસ્થા સંબંધે વિશેષ જાણકારી માટે 5.ભ.ગોવિંદભાઈ દાવડા મો . નં . 94277 29994 પ.ભ. સુભાષભાઈ શીંગાળા મો . નં . 94290 43495, પ.ભ. હસમુખભાઈ ડેલાવાળા મો . નં . 9727727901, 5.ભ. જીતેશભાઈ રાણપરા મો . નં . 98254 67601 સંપર્ક કરવો.