• આ સંમેલન સમગ્ર કડિયા સમાજ માટેનું છે નહીં કાઠીયાવાડ કે નહીં સોરઠ, નહીં હાલાર કે નહી ગોહીલવાડ, અમે તો ફક્ત કડીયા એટલે કડીયા જ
  • મહા સંમેલનમાં અન્યાય સામે ન્યાયની લડતનો બુંગીયો ફૂંકાશે સમગ્ર કડિયા સમાજના લોકોને ઉમટી પડવા હાકલ
  • સમગ્ર કડિયા સમાજના અસ્તિત્વને પડકારનાર તેમજ ડરાવનારઓની ખો ભુલાવી દેવાશે : કડિયાસમાજ આગેવાન
  • સમગ્ર ગુજરાતના કડિયા સમાજને ભાજી – મુળા સમજતી પોલીટીકલી પાર્ટીઓને ઘરભેગા કરી દેવાનો સમય આવી ગયો છે
  • સમગ્ર કડિયા સમાજના આગેવાનો દ્વારા ગુજરાત સરકારમાં ઘણી જ રજુઆતો કરવા છતાં પણ કેન્દ્રની સરકારમાં કડિયા સમાજના લોકોને બક્ષીપંચ સમાજના લાભો મળે તેના માટે છેલ્લા ઘણા વર્ષોથી રજુઆતો કરવામાં આવેલ છે છતાં પણ આજ દિવસ સુધી કડિયા સમાજને કેન્દ્રની સરકારમાં બક્ષીપંચમાં લેવામાં આવેલ નથી

રાજકોટમાં આવતીકાલે ગુરૂવારે સાંજે 6:30 કલાકે નંદાહોલ ખાતે સૌરાષ્ટ્રભરના કડિયા સમાજનું એક મહા સંમેલન મળશે. જેમાં વિધાનસભાની આગામી ચૂંટણીમાં મતદાન કરવા અંગેની વ્યૂહ રચના ઘડી કાઢવામાં આવશે. પોલીટીકલી પાર્ટીઓ દ્વારા આપણા સમાજના વિભાજન કરવા માટે થઇ કડિયા સમાજના લોકોને અલગ અલગ રીતે સામ સામે ગોઠવવામાં આવી રહ્યા છે.

ગુજરાતની અંદર છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના ઉત્થાન માટે થઇ અને કડિયા સમાજના આગેવાનો કડિયા સમાજના યુવાનો, ભાઇઓ, બહેનો અને વડીલો દ્વારા કાયમી ધોરણે ભારતીય જનતા પાર્ટી માટે થઇ અને શેરીએ શેરી ગલીએ ગલીએ તેમજ ગ્રામ્ય વિસ્તારોની અંદર મતો માંગવા માટે નીકળી પડતા હતા. સમગ્ર સમાજના લોકો દ્વારા ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યક્રમોમાંં ખુબ જ મોટી સંખ્યામાં સમાજના લોકોને લઇ અને ભારતીય જનતા પાર્ટીના ઉત્થાન માટે થઇ સમગ્ર સમાજ કાયમી ધોરણે ભારતીય જનતા પાર્ટી સાથે હતો.

પરંતુુ જ્યારથી ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી તેમજ હાલના આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જયારથી દિલ્હી ગયા છે ત્યારથી સમગ્ર ગુજરાતની અંદરથી કડિયા જ્ઞાતિ સમાજના આગેવાનોને રાજકીય રીતે, સામાજીક રીતે, આર્થીક રીતે, વ્યવસ્થીત રીતે, પોલીટીકલી પાર્ટી દ્વારા પાડી દેવાનું આયોજન કરવામાં આવે છે. સમગ્ર કડિયા સમાજના આગેવાનોને રાજકીય અને સમાજીક રીતે સામે સામે મુકી અને કડીયા સમાજના વિભાજનની પ્રવૃતિઓ દરેક જગ્યાએ સ્થાનીક ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા અંદરો અંદર જ્ઞાતિની સામે જ્ઞાતિને મુકી અને આ સમાજને પાડી દેવા માટેનું વ્યવસ્થિત ષડયંત્ર ચલાવવામાં આવી રહ્યું હોય તેવુ સમગ્ર સમાજની અંદર ચર્ચાઇ રહયુ છે.

જો રાજકોટ કડિયા સમાજની વાત કરવામાં આવે તો ભુતકાળની અંદર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાઇઓ તેમજ બહેનો બન્ને થઇ અને પાંચ -પાંચ ટીકીટો આપવામાં આવતી હતી. તેવી જ રીતે જુનાગઢ શહેર તેમજ જીલ્લાની અંદર આશરે 70,000 જેટલા કડીયા સમાજના મતદારો છે છતાં પણ તેના પ્રમાણમાં કયારેય પણ ટીકીટો આપવામાં આવેલ નથી. તેમજ અમદાવાદ, સાવરકુંડલા, અમરેલી, મહુવા, ભાવનગર, ધ્રોલ, જોડીયા, જામનગર, સુરત વગેરે અનેક જગ્યાએ કડિયા સમાજની નોંધ પાત્ર વસ્તીઓ આવેલ છે. છતાંપણ કોઇપણ વિસ્તારની અંદર કડિયા સમાજના લોકોને યોગ્ય પ્રતિનીધીત્વ આપવામાં આવેલ નથી.

અમારા સમાજના અમુક આગેવાનો કે જેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. તેઓ કોઇપણ અગમ્ય કારણોસર સમાજ હિતની અથવા તો સમાજને ઉપયોગી કોઇપણ વાત ભારતીય જનતા પાર્ટીના લોકોને કરી શકતા નથી.

જેથી કરીને અમુક આગેવાનો માટે થઇ અને સમાજને ખુબજ મોટુ નુકસાન થઇ રહ્યુ છે. જયારે સમાજના મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોએ જાગવાની આવશ્યકતા છે. સર્વાંગી સમાજના ઉત્થાન માટે તેમજ સમગ્ર સમાજના લાંબાગાળાના હીત માટે થઇ અને પ્રજાહિતમાં નિર્ણયો કરી અને સમાજને યોગ્ય રાહ ચિંધાડવાની આવશ્યકતા છે. નહી કે સમાજના લોકોનો પોતાની સતા મેળવવા માટે થઇ ઉપયોગ કરવાની. જરૂર જણાયે સમગ્ર સમાજના હિત માટે થઇ અને કોઇપણ પોલીટીકલી પાર્ટીઓના નેતાઓને સાચી વાત કરવાની હીંમત રાખવી જોઇએ. નહી કે કોઇ પાર્ટીઓના ખોટા નિર્ણયોથી ડરવાની જરૂર નથી. કોઇને મારવો કે તારવો તે સંપૂર્ણપણે ઉપરવાળાના હાથમાં છે. સત્યને પરેશાન કરી શકાય છે.

પરંતુ પરાજીત કરી શકાતુ નથી. માટે સમાજના યુવાનો આ વખતની ચુંટણીમાં સમગ્ર ગુજરાતમાં આપણા સમાજના એકપણ વ્યકિતને વિધાનસભાની ટીકીટ આપવામાં આવેલ નથી. આનાથી મોટુ અપમાન આપણા સમાજનું બીજુ કયુ હોય શકે માટે અમારી આપ સૌ સમાજના વડીલો, માતાઓ, ભાઇઓ, બહેનો, યુવાનો, વગેરેને સમાજના હિત માટે હૃદ્યપૂર્વકની અપીલ કરીએ છીએ કે અમારે કયારેય પણ ચુંટણીઓ લડવી નથી. પરંતુ આપણા સમાજના હીત માટે થઇ અને એક વખત આપણે સૌ સાથે મળી કોંગ્રેસના ઉમેદવારને જીતાડીએ જેથી આવતા દિવસોમાં આપણા સમાજના મતની તાકાત અને સમાજની એકતા અને સમાજના ભાઇચારાનો પરીચય ભારતીય જનતા પાર્ટીના સ્થાનીક અહંકારી નેતાઓને મળી શકે અને જો આ કામ કરવામાં નહી આવે તો આજે રાજકોટ શહેરની જ વાત કરીએ તો કોર્પોરેશનની ફકત બે ટીકીટ આપાવામાં આવેલ છે તે પણ આવતા દિવસોમાં આગામી ચુંટણીઓમાં પણ નહી આપવામાં આવે.

આ કડિયા સમાજના મહાસંમેલનને સફળ બનાવવા માટે દિપકભાઇ ટાંક, રશ્મીનભાઇ કાચા, શૈલેન્દ્રભાઇ ટાંક, અરવિંદભઇ ગોહેલ, નરેન્દ્રભાઇ રાઠોડ, ટી.જે. ગાંગાણી, હસુભાઇ ચોટલીયા, ડી.પી. રાઠોડ, પલ્કીનભાઇ કાચા, રસીકભાઇ કાચા, મયુરભાઇ ચોટલીયા, મુનાભાઇ જાદવ, વિશાલભાઇ વરૂ, હસમુખભાઇ ગોહીલ, દિપકભાઇ વેગડ, દિપકભાઇ સાપરીયા, રામજીભાઇ પરમાર, જીજ્ઞેશભાઇ મનાણી, માવજીઆતા, મયુરભાઇ ચોટલીયા, હીરેનભાઇ ટાંક, રાજેશભાઇ વરૂ, પરેશભાઇ રાઠોડ, જયેશભાઇ ટાંક, નિલેશભાઇ જાવીયા, વિકાસભાઇ રાઠોડ, પ્રકાશભાઇ વરૂ, મયુરભાઇ મકવાણા, જીજ્ઞેશભાઇ પરમાર, સંજયભાઇ ટાંક, હીતેશભાઇ રાઠોડ, મયુરભાઇ ગોહેલ, મનોજભાઇ રાઠોડ વિગેરે દરેક નામી અનામી કાર્યકર્તાઓ દ્વારા આ સંમેલનને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

સંમેલનનું સ્થળ

તારીખ : તા.24-11-2022, ગુરૂવાર

સમય   : સાંજે 6-30 કલાકે

સ્થળ  : નંદાહોલ, 50 ફુટ રોડ, અર્જુન પાર્કના ગેઇટની બાજુમાં,  બાબરીયા રોડ, સ્વામીનારાયણ મંદિરની આગળ,              રાજકોટ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.