કોરોના મહામારીના કારણે શોભાયાત્રા, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો રદ: માત્ર પૂજા-અર્ચના, અભિષેક, મહાઆરતી થશે

આવતીકાલ મહાવદ તેરસ અને ભગવાન ભોળાનાથને રીઝવવાનો દિવસ એટલે કે મહાશિવરાત્રી આવતીકાલે સૌરાષ્ટ્રભરના નાના મોટા શિવમંદિરોમાં સવારથી જ હર હર મહાદેવ…. ના નાદ સાથે ભાવિક-ભકતોની ભીડ ઉમટશે, સવારથી સાંજ સુધી શિવભકતો દ્વારા મંદિરોમાં પુજા અર્ચના અભિષેક, મહાઆરતી કરવામાં આવશે.

દર વર્ષે રાજકોટ સહિત જુનાગઢ, જામનગર, ગોંડલ શહેરોમાં શિવ શોભાયાત્રાના આયોજનો થતાં હોય છે. પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે શોભાયાત્રા, મહાપ્રસાદ સહિતના ધાર્મિક ઉત્સવો રદ થયાં છે. મહાશિવરાત્રીને રૂદ્રોત્સ રાત્રી પણ કહેવામાં આવે છે. ભગવાન ભોળાનાથની આરાધના, સાધના કરવાથી સઘળા પાપ, તાપ, સંતાપ દૂર થાય છે. ભગવાન શિવના સાનિઘ્યથી આધિ, વ્યાધિ, ઉપાધિ દૂર થાય છે. કારણ શિવજી વૈદનાથ કહેવાય છે. આ વર્ષે મહાશિવરાત્રીનો પ્રારંભ સવારે 9.24 કલાકેથી શિવયોગમાં થશે અને રાત્રીના 9.45 પછી શ્રવણ નક્ષત્ર પણ ઉત્તમ છે. શિવરાત્રીના દિવસે ઉપવાસ અથવા એકટાણું કરવાથી જીવનના બધા જ કષ્ટો દૂર થાય છે. મહાશિવરાત્રીએ રાત્રી અને દિવસના આઠ પ્રહરોની પુજામાં રાત્રીના મુખ્ય ચાર પ્રહરની પુજા મહત્વની છે. શિવપુજામાં ત્રણેય ભગવાનની પુજા આવી જાય છે. શિવલીંગમાં મુળમાં બ્રહ્મા, મઘ્યમા વિષ્ણુ  અને ઉપર સ્વયં શિવજી છે આમ શિવલિંગની પુજાથી ત્રણેય ભગવાની પુજાનું ફળ મળે છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.