વિશ્ર્વભરના શિવભક્તો માટે જીવનનો અનેરો લ્હાવો ગણાતી અમરનાથ યાત્રા આ વર્ષે 28મી જૂનથી શરૂ કરવાનો નિર્ણય અમરનાથ સાઈનબોર્ડની બેઠકમાં લેવાયો છે.

56 દિવસ સુધી ચાલનારી અમરનાથ યાત્રા આ વર્ષે યોજાવાનો પ્રારંભીક નિર્ણય લેવાયો છે. જો કે કોરોનાની વર્તમાન પરિસ્થિતિને લઈને સરકાર સાથે સંકલન કરીને અંતિમ નિર્ણય લેવાશે. અમરનાથ સાઈન બોર્ડની બેઠકમાં સૈદ્ધાંતિક ધોરણે લેવાયેલા આ નિર્ણયની જાણ સરકારને કરવામાં આવશે. ગત વર્ષે કોરોનાના કારણે રદ થયેલી અમરનાથ યાત્રા આ વર્ષે 28મી જૂનથી શરૂ કરવાનો અમરનાથ સાઈનબોર્ડની બેઠકમાં નિર્ણય લેવાયો હતો. 56 દિવસ સુધી ચાલનારી આ યાત્રા માટેની તમામ સુવિધાઓની તૈયારીઓ હવે શરૂ થશે. ગયા વર્ષે બંધ રહેલી અમરનાથ યાત્રા પુન: શરૂ કરવા સાઈનબોર્ડના નિર્ણયને લઈને શિવભક્તોમાં આનંદની લેરખી પસાર થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.