હર હર મહાદેવ…. બમ બમ ભોલે, બમ બમ ભોલે…. 12 જ્યોતિર્લિંગમાંના એક અને ઉત્તરાખંડના ઊંચ હિમાલયન ક્ષેત્રમાં સ્થિત કેદારનાથ મંદિરનાં કપાટ છ મહિના પછી સવારે પાંચ કલાકે ખુલ્યા છે. આ અદભુત અને પાવનકારી પર્વે કેદારનાથ મંદિરને 11 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું. પહાડોની વચ્ચે ઘેરાયેલા બર્ફીલા બાબાના દર્શને દર વર્ષે સેંકડો શિવભક્તો અહીં આવે છે પરંતુ આ વખતે પણ કોરોના મહામારીને કારણે ભક્તો હાજર રહી શક્યા નથી.

Screenshot 16 2

 

વિશ્વ પ્રસિદ્ધ 11માં જ્યોતિર્લીંગ કેદારનાથના પૂજા-પાઠ અને અનુષ્ઠાન સાથે દ્વાર ખોલાયા

વિશ્વ પ્રસિદ્ધ 11મા જ્યોર્તિલિંગ કેદારનાથ ધામનાં દ્વાર સોમવારે સવારે પાંચ કલાકે વિધિ અને પૂજા-અર્ચન અને અનુષ્ઠાન પછી ખોલવામાં આવ્યાં હતા. મેષ લગ્નના શુભ સંયોગ પર મંદિરનાં દ્વાર ખોલવામાં આવ્યાં હતાં. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ આ માહિતી આપતા કહ્યું કે હું કેદારનાથને બધાને નીરોગી રાખવાની પ્રાર્થના કરું છું.

Screenshot 17 2

 

શનિવારે ચાર ધામ પૈકીના એક ગંગોત્રીના કપાટ ખુલ્યા હતા

બાબા કેદારની પંચમુખી ચલ વિગ્રહ ઉત્સવ ડોલી પોતાના શીતકાલીન ગાદીસ્થળ ઓમકારેશ્વર મંદિર ઉખીમઠથી કેદારનાથ ધામ માટે રવાના થઈ હતી અને રવિવારે કેદારનાથ પહોંચી હતી. ત્યારબાદ સોમવારે સવારે હર હર મહાદેવના નાદ સાથે કપાટ ખુલ્યા હતા. મંદિરનાં દ્વાર ખૂલવા સમયે દેવસ્થાનમ બોર્ડની સીમિતીએ પૂજા-પાઠ કર્યા હતા. જણાવી દઈએ કે આ અગાઉ શનિવારે ઉત્તરાખંડમાં આવેલા ચારધામ પૈકીના ગંગોત્રીનાં દ્વાર ખુલ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.