સાગર સંઘાણી
જામનગરને છોટા કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. કાશીની જેમ જામનગરમાં પણ અનેક મંદિરો આવેલા છે. આ મંદિરોની પોતાની આગવી ઓળખ પણ છે. જેમાં સૌથી પ્રસિદ્ધ છે કાશી વિશ્વનાથ મંદિર. જામનગરમાં આવેલું કાશી વિશ્વનાથ મંદિરમાં બિરાજમાન ભગવાન મહાદેવની શિવલિંગના ચારેય દિશામાંથી દર્શન કરી શકાય છે.
જામનગર શહેરમાં પ્રસિઘ્ધ એવા શ્રી કાશી વિશ્વનાથ મંદિરનો ૧૩૦માં વર્ષમાં મંગલ થયો છે, ત્યારે મંગલ પ્રવેશ દિન નિમિતે ધ્વજા આરોહણ, રૂદ્રાભિષેક પૂજા, અન્નકોટ દર્શન, દીપમાળા દર્શન અને મહાઆરતીનું મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
કાશી વિશ્વનાથ મંદિરમાં ઘ્વજારોહણ, રૂદ્રાભિષેક, અન્નકોટ તેમજ મહાઆરતી યોજાઇ
આ ધાર્મિક ઉત્સવ તા.૨૫.૪.૩૦૨૩ને મંગળવાના રોજ શ્રી કાશિ વિશ્વનાથ મંદિર જામનગર ખાતે યોજવામાં આવ્યો હતો. જે અંતર્ગત સવારે ૧૦.૩૦ કલાકે ઘ્વજારોહણ, સવારે ૧૧.૩૦ કલાકે રૂદ્રાભિષેક, અન્નકોટ, સાંજે ૫.૩૦ વાગ્યે દીપમાળા, અને મહાઆરતી સાંજે ૭.૩૦ કલાકે કરવામાં આવી હતી.તમામ દર્શનાથીઓ અને ભક્તજનો એ આ પવિત્ર-પાવન અને આધ્યાત્મિક પ્રસંગ માણ્યો હતો, અને મહા પ્રસાદ નો પણ ભકતજનોએ લાભ લીધો હતો.