હર હર હર શિવ ઓમ નમ: શિવાય. હર હર હર શિવ, હર હર હર શિવ. શિવોહમ, શિવોહમ, જી હા, પવિત્ર શ્રાવણના પ્રથમ સોમવારે રાજકોટ શહેરનાં નાના-મોટા સહુ શિવ મંદિરો શિવમય બની ગયા હતા. કેમ કે, સહુ કોઈ સ્પેશ્યલી શણગારાયેલા શિવલિંગના દર્શને દોડયા હતા. જાણે અમૃતનું ઝરણું વહેતુ હોય રાજકોટની રૈયત જેમ ખાવા પીવા માટે ‘કુખ્યાત’ છે તેટલી જ દાન ધરમ, ભકિતભાવ અને ધાર્મિક તહેવારોની ઉજવણી માટે પ્રખ્યાત પણ છે. શ્રાવણીયા સોમવારે જાગનાથ, પંચનાથ, ઈંદ્રેશ્ર્વર, ધારેશ્ર્વર, અમરનાથ, ભકિતધામ, કાશી વિશ્ર્વનાથ વિગેરે શિવ મંદિરોમાં આફ્રિકા કોલોનીમાં નિલકંઠ મહાદેવ મંદિરે ૧ લાખ ૨૫ હજાર ‚દ્રાક્ષનાં શિવલિંગ અને ૧૦૧ દીપ માળા આરતી કરાઈ હતી. ધારેશ્ર્વર મહાદેવ મંદિર (ભકિતનગર સર્કલ) ખાતે સંધ્યા આરતી ટાણે ભાવિકો શિવમય બની ગયા હતા. પંચનાથ અને જાગનાથ મંદિરે પણ લગભગ આવો જ માહોલ હતો. શ્રાવણમાં પૂણ્યની કમાણી કરવા લોકો વિવિધ બાધા આખડી રાખવા પણ મદિરે પહોચતા હોય છે. જેથી મનની મુરાદ જલ્દી પૂરી થાય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.