દેશભકિતનું વાતાવરણ ઉભું કરવા યુવા મોરચા દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજાશે

આઝાદીના અમૃત મહોત્સવ અતંર્ગત દેશભરમાં આગામી તા.9 ઓગષ્ટ થી તા.1પ ઓગષ્ટ સુધી દરેક ઘરે ત્રીરંગાનો કાર્યક્રમ યોજવામાં આવશે. તે અંતર્ગત  ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડૃાજી ની સુચના અનુસાર પાર્ટી ધ્વારા દેશના તમામ જિલ્લા- મહાનગરોમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવનાર છે તે અંતર્ગત શહેર ભાજપ કાર્યાલય ખાતે કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં અને પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડો. પ્રશાંત કોરાટ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, મેયર ડો. પ્રદિપ ડવ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુરની ઉપસ્થિતિમાં બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં માર્ગદર્શન આપતા કમલેશ મિરાણી, ગોવિંદભાઈ પટેલ, ડો.પ્રશાંત કોરાટએ માર્ગદર્શન આપતા જણાવેલ કે દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહયો છે.

તા.1ર માર્ચ, ર0ર1ના રોજ અમદાવાદામાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ ર્ક્યા બાદ દાંડી તરફની કૂચને ધ્વજવંદન કરતા માન. વડાપ્રધાનએ કહયુ હતું કે  આઝાદીકા અમૃત મહોત્સવ એટલે સ્વતંત્રતાનું અમૃત અને સ્વતંત્ર સેનાની પાસેથી પ્રેરણાનું અમૃત, નવા વિચારોનું અમૃત, આત્મનિર્ભરતાનું અમૃત.ત્યારે આગામી તા.9 ઓગષ્ટથી તા.1પ ઓગષ્ટ સુધી દરેક ઘરે ત્રીરંગા નો કાર્યક્રમ યોજવામાં આવનાર છે.ત્યારે ગુજરાતભરમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત એક કરોડ ઘર ઉપર રાષ્ટ્રધ્વજ-તિરંગો લહેરાવવાના નિર્ધાર સાથે મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજય સરકારે વ્યાપક આયોજન કરેલ છે ત્યારે રાજકોટ મહાનગરમાં સ્કુલો, કોલેજો, સરકારી કચેરી, ઉદ્યોગો, સહકારી સંસ્થાઓ વગેરે સાર્વજનિક સ્થળો પર રાષ્ટ્રધવજ લહેરાવવામાં આવશે.

Screenshot 2 25

અને દરેક ઘર સુધી રાષ્ટ્રધ્વજ પહોંચે તે માટે સુપેરે આયોજન કરવામાં આવશે. અને દેશની આન,બાન અને શાન સમા રાષ્ટ્રધ્વજ પ્રત્યે દરેક નાગિરકના મનમાં રહેલો સન્માનભાવ ઉજાગર થાય તેવા શુભ આશયથી તિરંગા કાર્યક્રમને ભવ્યાતિભવ્ય રીતે સફળ બનાવવામાં આવશે. તેમજ હર ઘર તિરંગા અંતર્ગત ડો.પ્રશાંત કોરાટએ  આગામી દિવસોમાં દેશભક્તિનું વાતાવરણ ઉભુ કરવા યુવા મોરચા ધ્વારા પ્રચાર-પ્રસાર, દરેક વોર્ડમાં પ્રભાતફેરી, રાષ્ટ્રભક્તિના ગીતો, મહાનગરમાં આવેલ મહાપુરૂષોની પ્રતિમાને પુષ્પાંજલી અને સ્મારકો પર સ્વચ્છતા અભિયાન, તિરંગા યાત્રા સહીતના કાર્યક્રમો અંતર્ગત માહિતી આપી હતી.  આ કાર્યક્રમમાં શહેરના હોદેદારો, વોર્ડના પ્રભારી- પ્રમુખ-મહામંત્રીઓ, મોરચાના પ્રમુખ- મહામંત્રી સહિતના ઉપસ્થિત રહયા હતા. આ બેઠકની સંપૂર્ણ વ્યવસ્થા શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ અને શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષીએ સંભાળી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.