ઘણી વખત આપણે માંદગી અનુભવતા હોય અથવા વાતવારણને લીધે સ્નાન લેવાનું ટાળતા હોઈએ પણ આમ કરવાથી શરીરની ફ્રેશનેશ જતી રહતી હોય છે, કેટલાક લોકો અવારનવાર નહાવાનું એવોઈડ કરે છે પણ આજે માર્કેટમાં આ સમસ્યાનું પણ સમાધાન ઉપલબ્ધ છે .
તમને જાણીને નવાઈ પણ શિયાળામાં નહાવાના ચોર માટે ખુશીના સમાચાર સમાન પ્રોડક્ટ માર્કેટમાં આવી છે , જી હા … હું આજે તમને ડ્રાય શેમ્પુ અને બાથ વાઈપસની વાત કરી રહી છું એમાં જો તમે 4 થી વધુ દિવસથી હેર વોશ ના કર્યા હોય તો વાળ ઓઇલી દેખાવા લાગે છે , જો શિયાળામાં તમે હેરને વોશ વિના પણ ફ્રેશ રાખવા માગતા હોય તો ડ્રાઈ શેમ્પુનો ઉપયોગ કરી શકો છો.ડ્રાઈ શેમ્પુનો યુઝ તમે પાણી વિના પણ કરી શકો છો.આ પ્રકારના ડ્રાઈ શેમ્પૂ બજારમાં ઉપલબ્ધ છે જેમાં એરોસોલ આવે છે .
એરોસોલ પાઉડર જેવુજ હોય છે. અને આ પ્રકારના શેમ્પુનો ઉપયોગ તમે ક્યાય પણ એ પણ પાણી વિના કરી શકો છો.જેવી રીતે ડ્રાઈ શેમ્પૂ આવે છે , તેવીજ રીતે બાર્થ વાઈપ્સ પણ લોકોની પસંદગી બની રહ્યા છે .માટે હવે તમે બીમાર હોય કે ટ્રાવેલિંગ માં આ પ્રકારે સ્નાન કરી શકો છો .
જેવી રીતે આપણે પાણીથી સ્નાન લઈએ છીયે તેવી રીતે આપણે વાઈપ દ્વારા પાણી વિના પણ બાર્થ લઈ શકી છીએ. આ પ્રકારના બાર્થ વાઇપ્સ દ્વારા જર્મ્સ દૂર કરી શકો છો .જેના ઉપયોગ બાદ તમે ફ્રેશ , ક્લીન અનુભવ કરશો .માટે હવે જો આ પ્રોડક્ટ હોય તો તમે નાં નહાવાનું બાનુ મેળવી લેસો