ફેબ્રુઆરી મહિનો એ યુવાઓ માટે ઘણો ખાસ જોવા મળે છે કારણ કે આ મહિના માં ઘણા ખાસ દિવસો જોવા મળે છે મોટાભાગના પ્રેમી યુગલો, નવા પરિણીત યુગલો આ મહિનાની રાહ જોતા હોય છે ત્યારે વેલેન્ટાઈન વીક શરૂ થઈ ગયું છે, જેમાં પ્રેમીઓ પહેલાથી જ આ આખું અઠવાડિયું ખાસ રીતે ઉજવવાનું પ્લાનિંગ શરૂ કરી દે છે. રોઝ ડે, પ્રપોઝ ડે અને ચોકલેટ ડેની ઉજવણી કર્યા બાદ હવે ટેડી ડે ઉજવવાનો સમય આવી ગયો છે. આ દિવસે ખાસ કરીને લોકો એક બીજાને ક્યુટ ટેડી બીઅર ભેટ સ્વરૂપે આપતા હોઈ છે
કેહવાય છે કે ટેડી ડેનું નામ અમેરિકન રાષ્ટ્રપતિ થિયોડોર ટેડી રૂઝવેલ્ટના નામ પરથી રાખવામાં આવ્યું છે. ટેડીનો અર્થ સામાન્ય રીતે રીંછ કહી શકાઈ ,જે ખુબ જ સોફ્ટ અને મુલાયમ જોવા મળે છે.હાલ બજારમાં રંગબેરંગી ટેડીની ખુબ માંગ રેહતી હોય છે. ટેડી માત્ર વેલેન્ટાઈ વિક પુરતુ જ નહિ પણ જન્મદિવસ અને અમુક ખાસ પ્રશંગોમાં પણ ગીફ્ટ રૂપે આપવામાં આવે છે.
ટેડીમાં ખાસ કરીને તેના દરેક રંગ અલગ અલગ તથ્ય સાથે જોવા મળે છે. દરેક રંગ પોતાની ખાસ આગવી ઓળખ ધરાવે છે.
જેમકે લાલ ટેડી –
લાલ રંગનો ટેડી તે વ્યક્તિને આપી શકાઈ જેને તમે તમારી ખાસ ફિલિંગ્સ કહેવા માંગો છો અથવા પ્રેમ ની વાત કરવા માંગો છો. લાલ ટેડી કોઇ પણ રીલેશનમાં લાગણીને મજબુત બનવાના પ્રતિક રૂપ છે.
પિંક ટેડી –
જ્યારે તમે પ્રપોઝલનો જવાબ લેવા ઇચ્છતા હોય ત્યારે આ રંગનો ટેડી ગિફ્ટ કરી શકો છો. જો તમારું ખાસ વ્યક્તિ તેને એક્સેપ્ટ કરે છે તો તેનો અર્થ છે કે તમને જવાબ મળી ગયો છે.
ઓરેન્જ ટેડી:
જો તમે કોઇને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા છો અને તેનું ધ્યાન ખેંચવા માટે આ રંગનો ટેડી ગિફ્ટ કરી શકાઈ ઓરેન્જ ટેડી ખુશી, પોઝિટીવિટી અને સારી લાગણીનું પ્રતિક દર્શાવે છે. આ માટે આ રંગનો ટેડી વધારે ઉપયોગી રહે છે.
આ સિવાય અન્ય ઘણા બધા રંગોના ટેડી ભેટ સ્વરૂપે અપાતા હોઈ છે. ટેડી માત્ર યુવાઓ માં નહી પરંતુ બાળકોને પણ ટેડી માટે એટલો જ પ્રેમ જોવા મળે છે. ટેડીને બાળકો રમકડાની જેમ સાથે રાખી તેનાથી રમતા હોઈ છે. આમ આ સોફ્ટ ટોઈ અને પ્રેમ વચ્ચે અનેરો સંબધ છે તેવું પણ કહી શકાઈ…………