વેલેન્ટાઈન વીક શરૂઆત થઈ ચુકી છે તેમાં આજે પ્રપોઝ ડે છે. પ્રેમ કરવો ભલે સરળ લાગે પરંતુ પ્રપોઝ કરવું ખૂબ જ કઠીન કામ છે. એકલામાં ભલે અનેક વખત તૈયારી કરી હોય, અરિસાની સામે ઉભા હોવ કે પછી મિત્રોની સામે તૈયારી કરી હોય. પરંતુ જ્યારે એ યુવતીનો જેને તમે ખૂબ જ પ્રેમ કરો છો તેનો સામનો થાય છે ત્યારે તમે ભૂલી જ જાવ છો ત્યારે આજે અમે તમને પ્રપોઝ કરવાની રીત વિશે જણાવીશું:
કોઈ ગમતીલું પાત્રનું કલોઝ થવું હોય તો પહેલા પ્રપોઝલ તો આપવી પડે ને…. તેવીજ રીતે કોઈપણ છોકરાને છોકરી કે પછી છોકરી ને છોકરો ગમતો હોય તો તો પ્રપોઝલ એટલે કે દિલ દેવાની દરખાસ્ત મોકલવી પડે. છોકરાઓ પ્રપોઝ કરવા માટે અનેક પ્રકારના નુસખાઓ અપનાવતા હોય છે. ખાસ કરીને ફિલ્મોમાં તમે જોયુ હશે કે હિરો પોતાના ઘૂંટણીયે બેસીને હિરોઇનને પ્રપોઝ કરતા હોય છે. પરંતુ હવે પ્રપોઝ કરવાની સ્ટાઇલ પણ બદલાઇ ગઇ છે. જેના લીધે ગર્લ્સના ‘હા’ પાડવાના ચાન્સીસ પણ વધી ગયા છે.
૧) ‘ડેસ્ટિનેશન પ્રપોઝલ’
‘ડેસ્ટિનેશન પ્રપોઝલ માં છોકરાઓ પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા માટે કોઇ સુંદર કુદરતી નેચરવાળી જગ્યાએ લઇ જાય. અથવા તો કોઇ એવુ લોકેશન જ્યાં ગર્લ્સ વધુ ઇમ્પ્રેસ થઇ જાય તો ત્યાં ગર્લ્સના ‘હા’ કહેવાના ચાન્સીસ વધી જાય છે. ગર્લ્સને પ્રપોઝ કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવુ કે એ જગ્યા તમારી ગર્લફ્રેન્ડને સૌથી વધુ ગમતી હોવી જોઇએ.
૨) કોઇ દરિયાઇ બીચ, હિલ સ્ટેશન જેવી જગ્યાઓ ગર્લ્સને વધુ ગમતી હોય છે આથી આવી કોઇ જગ્યાએ જો ગર્લ્સને પ્રપોઝ કરવામાં આવે તો તેની સાથે-સાથે જો ચોકલેટ કે રંગબેરંગી ફુલો રાખીને પ્રપોઝ કરવામાં આવે તો તેને પ્રપોઝ કરવાની સૌથી સારી રીત માનવામાં આવે છે.
૩) કેન્ડલ લાઈટ ડિનર પર પ્રપોઝ કરો
જો તમે તમારા પાર્ટનરને ખૂબ જ રોમેન્ટિક રીતે પ્રપોઝ કરવા માંગો છો, તો તેને કેન્ડલ લાઈટ ડિનર પર લઈ જાઓ. તેમને ત્યાં પ્રપોઝ કરો.
૪) પરિવારને પણ પ્રપોઝ કરવામાં સામેલ કરો
જો તમે કોઈને અલગ રીતે લગ્ન માટે પ્રપોઝ કરવા માંગો છો, તો તમે આ પ્રસ્તાવને તમારા પરિવારની સાથે તેમની સામે રાખી શકો છો.