-
ધોરણ 10 અને 12ની બોર્ડનું પરિણામ 1 મહિના વહેલું જાહેર થશે
-
પરીક્ષાના મૂલ્યાંકન કામગીરીમાં મોટો ફેરફાર
ગુજરાત ન્યૂઝ
આ વર્ષે બોર્ડની પરીક્ષા આપનારા લાખો વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડનું પરિણામ 1 મહિના વહેલું જાહેર થશે. ચાલુ વર્ષે પેપર મૂલ્યાંકનમાં અનેક ફેરફારના લીધે પરિણામ વહેલા આવશે. વહેલા પરિણામથી ઉચ્ચ અભ્યાસમાં એડમિશન પ્રક્રિયા ઝડપી થશે. માર્ચ 2024ની પરીક્ષાનું પરિણામ અપ્રિલના બીજા કે ત્રીજા સપ્તાહમાં આપવાની બોર્ડની તૈયારી છે.
ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાના મૂલ્યાંકન કામગીરીમાં મોટો ફેરફાર કરાયો છે. આ આયોજન મુજબ હવે ધોરણ 10 અને 12 ની પરીક્ષાનું પરિણામ દર વર્ષની સરખામણીએ દોઢ મહિના વહેલુ જાહેર થશે. એટલે કે તારીખ 15 થી 20 એપ્રિલની વચ્ચે પરિણામ આપી દેવામાં આવશે. પરિણામ વહેલા આપવાથી ઉચ્ચ અભ્યાસમાં થતા પ્રવેશની પ્રક્રિયામાં પણ ઝડપ આવશે.
ધોરણ 10 અને 12ની પરીક્ષા બહુ જ મહત્વની ગણવામાં આવે છે. ત્યારે આ પરીક્ષાની પ્રોસેસ બહુ જ લાંબી હોય છે. પરીક્ષાના પરિણામની પણ લાંબી રાહ જોવી પડે છે. જેથી તેની અસર તેના બાદના એડમિશન પ્રોસેસ પર થાય છે. તેથી આ પ્રોસેસ ઝડપી બનાવવા માટે બોર્ડનું પરિણામ વહેલુ આપવામાં આવશે. આ વર્ષે બોર્ડનું પરિણામ સવાથી દોઢ મહિનો વહેલુ એટલે કે 20 એપ્રિલ પહેલા જાહેર થઈ જાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે લગભગ બે મહિના જેટલા લાંબા ગાળા બાદ પરિણામ આપવામાં આવ્યુ હતું. ત્યારે હવે નવા આયોજન મુજબ, પરીક્ષા પૂર્ણ થતાના માત્ર 20 દિવસમાં પરિણામ જાહેર થઈ જશે.
બોર્ડની પરીક્ષા ક્યારે છે ?
આ વખતે ધોરણ 10 અને 12ની પરીક્ષા 11 માર્ચ, 2024 થી શરૂ થશે. જેમાં ધોરણ 10 અને 12 સાયન્સની પરીક્ષા તારીખ 22 માર્ચના રોજ અને ધોરણ 12 સાયન્સની પરીક્ષા 26 માર્ચના રોજ પૂર્ણ થશે. એ બાદ 15 થી 20 એપ્રિલ દરમિયાન પરિણામ જાહેર કરવામાં આવશે.