રૂ. 1.42 લાખ ની સરકારી સહાય,  રૂ. 50000 બેંક લોન, રૂ. 20000 વીએસએસએમ  એનજીઓ આપશે અને રૂ. 10000 લાભાર્થી પોતાના ઉમેરી રૂ. 2.52.000માં ઘર તૈયાર થશે

રાજ્ય સરકાર દ્વારા ગોંડલમાં વિચરતી જાતિના 159 પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે પ્લોટ ફાળવવામાં આવ્યા હતા પરંતુ તેના પર મકાનનું નિર્માણ કરવું આ મોંઘવારીના સમયમાં મુશ્કેલી ભર્યું હોય ગોંડલના પ્રાંત અધિકારી તેમની ટીમે નિરાશ્રિતોને ઘરનું ઘર મળી રહે તેનું બીડું ઝડપી તંત્ર અને આગેવાનોની મદદ લઇ કામ આગળ ધપાવતા નવા વર્ષે ખુશીના કાર્યની શુભ શરૂઆત કરી છે.

ગોંડલના પ્રાંત અધિકારી રાજેશકુમાર આલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ગોંડલમાં વિચરતી જાતિના 159 પરિવારને ઘરનું ઘર મળી રહે તે માટે તાલુકાના ગુંદાળા ગામ થી પાટીદાર જતા રસ્તે પ્લોટ ફાળવવામાં આવ્યા છે, પરંતુ આ પ્લોટ માત્રને માત્ર પ્લોટ જ ન રહી જાય અને વિચરતી જાતિના લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે તંત્રે કમર કસી હતી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા રાજ્ય સરકારમાં ધારદાર રજૂઆત કરી ગ્રાન્ટ મંજુર કરવી છે, સમાજ કલ્યાણ અધિકારી પંડ્યા અને તેમની ટીમ, તાલુકા વિકાસ અધિકારી ની ટીમે પણ જહેમત ઉઠાવી છે,

નગરપાલિકા તંત્ર અને માર્કેટિંગ યાર્ડ ની મદદથી જમીન લેવલીંગના કામ શરૂ કરાયા છે, રૂ. 1.20 લાખ ની સરકારી સહાય, રૂ.12000 શૌચાલય સહાય, રૂ. 20000 નરેગા સહાય, રૂ. 50000 બેંક લોન, રૂ. 20000 ટજજખ એનજીઓ ના મિતલબેન પટેલ આપશે અને રૂ. 10000 લાભાર્થી પોતાના ઉમેરી રૂ. 2.52.000માં ઘર તૈયાર થઈ જશે જે માટે આશરે છ માસ જેટલો સમય લાગી જશે સર્વેના સાથ સહકારથી વિચરતી જાતિના લોકોને ઘરના ઘર મળી જશે તેવું અંતમાં જણાવ્યું હતું.

રાજકોટ કલેકટર દ્વારા જમીન ફાળવી ત્યાં કોમન પ્લોટ રોડ રસ્તા કોમ્યુનિટી હોલ આંગણવાડી સહિતની તમામ પ્રાથમિક સુવિધા મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.