ભારત વર્ષ માટે તહેવારોની મહારાણી દીપાવલીના આજના અવસરે વિતેલા વર્ષના વિષમ અનુભવો, પ્રતિકુળ પરિસ્થિતિ, પડકારોને ભુલીને નવા વર્ષના સંકલ્પો સિધ્ધ કરવા માટેની ઉર્જા પ્રાપ્તી એ દિવાળીની ઉજવણીનો ખરો મર્મ છે. ભારત સભ્ય સંસ્કૃતિમાં અને ધર્મ પરંપરાઓમાં તહેવારોની ઉજવણીના આનંદ, આદર અને તેના અવીરભાવમાં ગૃઢ સામાજીક, ધાર્મિક અને સાંસ્કૃતિક રહસ્યા રહેલા છે. તહેવારો, ધર્મ પારાયણતાની સાથે સાથે સામાજીક ઉત્તર દાયિત્વનું મહત્વ ધરાવે છે. દિવાળીને પ્રકાશ અને ઉર્જાનું પર્વ માનવામાં આવે છે.
જેવી રીતે અંધકારને દૂર કરવા માટે પ્રકાશ જરૂરી છે તેવી જ રીતે જીવનની આગેકુચ માટે નવા ઉમંગો, વિચારો અને ઉત્સાહપ્રેરક, ઉમંગની આવશ્યકતા હોય છે. દિવાળીના તહેવારો આખા વર્ષની જાકજમાળ, વ્યવસાયીક, સામાજીક વ્યસ્તતાનો પરિથાક ઉતારીને દિવસો અને શેષ આગામી વર્ષ માટેની ઉર્જાનો સંચાર કરવા માટે સોશિયલ રિફ્રેશમેન્ટ માટે આવશ્યક છે.
દિવાળીના તહેવારો નવા વર્ષની ઉજવણીના આગમન પૂર્વે જરૂરી ઉર્જા, ઉમંગ સંપાદીત કરતો અવસર છે. વિક્રમ સંવત ૨૦૭૭ કેટલીક વિષમ પરિસ્થિતિના કારણે દરેકને કટુ અનુભવ કરાવતું વર્ષ બન્યું છે. કોરોના કટોકટી, આર્થિક સંકળામણ અને બિમારીના આ વાયરાની અનિશ્ર્ચિતતાની ચિંતા સાથે વિતેલુ વર્ષના સઘણા દુ:ખ દિવાળીના તેજોમય પ્રકાશમાં વિલીન થઈ જાય અને વર્ષ ૨૦૭૭ વસુદેવ કુટુમ્બકમ્ને યર્થાથ ઠેરવતા ભારત વર્ષ સહિત સમગ્ર સૃષ્ટિ માટે કલ્યાણકારી બની રહે તેવી અભ્યર્થના. ૨૦૭૭નું વર્ષ સામાજીક, આર્થિક રીતે સવિશેષ જવાબદારી વાળુ વર્ષ બની જશે. વિતેલા વર્ષમાં કોરોનાની મહામારી વ્યવસાયીક પ્રવૃતિની સ્થગીતતા શિક્ષણ કાર્યમાં અવરોધ, ધંધા રોજગારની મંદીના કારણે વ્યવસાયીક પડકારોને પહોંચી વળવા માટે નવા વર્ષમાં નવી ઉર્જા અને દ્રઢ સંકલ્પ આવશ્યક બન્યા છે. આગામી વિક્રમ સંવત ૨૦૭૭ના નવા ઉમંગ અને ઉર્જાનું ધોતક બની રહે તેવી અભ્યર્થના.