શું જીવનમાં તમે ક્યારેય સાંતા ક્લોઝ જોયા છે ? તમે જોયા છે કે નહીં એ તો નથી ખબર પણ મે તો જોયા છે એ છે “મારા પપ્પા”. જીવનમાં જો ક્યારેક ઈશ્વર મને પૂછશે કે તારે કોના જેવુ બનવું છે તો હું કહીશ કે મારે મારા પપ્પા જેવુ બનવું છે. એક પુરુષ પોતાના જીવનમાં મુખ્ય 3 ભૂમિકા ભજવે છે. પિતા,પતિ અને પુત્ર. તેમની શ્રેષ્ઠ ભૂમિકા છે એક પિતા.માતા તો પોતાનું દુખ રડીને વ્યક્ત કરી શકે છે પરંતુ પોતાનું દુખ છુપાવીને બધાને સહારો આપનાર એ હોય છે પિતા.
ઘરમાં પિતાની હાજરી સુરજ જેવી હોય છે જ્યારે હોય ત્યારે જીવનમાં ક્યારેક તાપ પણ લાગે પરંતુ જ્યારે તે નહિ હોય ત્યારે જીવનમાં અંધકાર છવાઈ જાય છે. જેનું આખું જીવન સંઘર્ષમય હોવા છતાં પોતાના સંતાનોને સુખમય જીવન પ્રદાન કરનાર એટલે પપ્પા. એક પિતા ક્યારેય એવું નઇ ઈચ્છે કે મારૂ બાળક મારા જેવી મુશ્કેલી વેઠે એટલા માટે તે બધી જ મહેનત કરી જાણશે પણ પોતાના બાળકને એક શ્રેષ્ઠ જીવન અપાવશે.
તમે સંજુ ફિલ્મ તો જોઈ જ હશે ને ?? જેમાં સંજય દતને પોતાના પિતા હમેશા ટક-ટક કરતાં હોય છે પરંતુ સંજુને પોતાના પિતાનો આ સ્વભાવ ગમતો નથી. તે ઘણી જ મુશ્કેલીમાં મુકાઇ છે અને ત્યારબાદ પિતાની દરેક વાત સમજાય છે કે શું મારા માટે સારું હતું. આવી જ ઘટના દરેક પિતા પુત્રના જીવનમાં બનતી હોય છે. પરંતુ પિતા હમેશા એક સારા મિત્ર તરીકે પોતાના પુત્રની વહારે આવતા હોય છે. પિતાનો પ્રત્યેનો પ્રેમ કદાચ આપણે વર્ણવી શકતા નથી પરંતુ જીવનનો સમય પૂરો થઈ જાય તે પહેલા પિતાને એક વખત I LOVE YOU જરૂર કઈ દેવું જોઈએ. આ ઘટના પર કવિ એ એક ખૂબ વાક્ય કહ્યું છે કે
હે પપ્પા મારા જીવનનું દરેક સપનું પુરુ થઈ ગયું
બસ જીવનમાં એક વાર તમને વખત I LOVE YOU કહેવાનું રહી ગયું
એક દીકરી માટે પોતાના પિતા એટલે પોતાના સુપર હીરો કે જે પિતાને વર્ષો બાદ મળે ત્યારે પણ રડે છે અને છૂટી પડે ત્યારે પણ રડે છે. એક દીકરીને માતાની પરછાઇ કહેવામા આવે છે પરંતુ પિતા તો તેને મારો દીકરો કહીને જ બોલાવે છે. એક પિતા જીવનમાં ફક્ત 2 જ વાર રડે છે. જયરે તેની માતાનું મૃત્યુ થાય ત્યારે અને જ્યારે પોતાની દીકરીની વિદાય થાય ત્યારે.
એક કવિ ખૂબ કહ્યું છે કે
પિતાની આંખમાં ક્યારેય આંસુ દેખાતા નથી… કેમ કે પિતાના નેત્ર નહીં, દિલ રોતું હોય છે !!
પિતા પોતાના બાળકને ચાલતા શિખડાવે છે એ આશાએ કે ઘડપણમાં એ જ દીકરો એમનો સહારો બને.તેથી સમય હાથમાથી સરકી જાય તે પહેલા માતા-પિતા સાથે સમય વિતાવીને સમયને સાચવી લેવો જોઈએ. બાકી પિતા વગરનું જીવન કેવું હોય એ તેમણે પૂછો જેમને પોતાના પિતાને બાળપણમાં જ ગુમાવ્યા છે. પિતા એક મિત્ર છે તો પિતા એક શિક્ષક પણ છે. પિતા મોટો ભાઈ છે તો પિતા આપણી સાથે રમનાર એક બાળક પણ છે.
આંસુ વિના રડે તે પિતા,પોતાની સંતાનને છાંયડો આપી તડકો વેઠનાર એ હોય છે પિતા
પિતા જેવો મિત્ર નથી પુત્રનો આ દુનિયામાં દરેક દીકરીનો જીવ હોય છે પિતા