ગુજરાત પોતાના ભજન, ભોજન અને ભક્તિ માટે જગવિખ્યાત છે. અહિયાં ભજન, સંતવાણી અને હાસ્ય ના ડાયરા નું જોર વધુ જોવા મળે છે. લગ્ન, ગૌશાળા ના કાર્યક્રમો કે પછી કોઈ સારા પ્રસંગ મા ભજનો રાખવા એક રીવાજ બનતો જાય છે.આજ ના આ આધુનિક યુગ મા પણ પોતાની ઉમદા ઓળખ ઉભી કરી સંતવાણી, લોકસાહિત્ય, લોકગીત તેમજ ભજન ને જીવંત રાખવાનો પ્રયાસ કરતા ગુજરાત ના અનેક લોકસાહિત્યકાર તેમજ ભજનીક દેશ-વિદેશ મા ઘણા પ્રખ્યાત છે.

તેવામાં લોકપ્રિય કીર્તીદાન ગઢવી વિષે વાત કરીએ તો 23 ફેબુઆરી એટલે કે આજ રોજ તેમનો જન્મદિવસ છે.આમ તો તેમની સફળતા આસમાનને ઓળંગી રહી છે તેવામાં તેમણે ૨૦૧૫ની સાલ મા રાજ્ય સરકારે તેમણે એવોર્ડ આપ્યો હતો. તે એક ભજનિક તરીકે નામના મેળવેલ છે. એક લોક ગાયક જે ગાયકીની વિવિધતામાં નિષ્ણાત છે! તેમને અબતક પરિવાર જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.