દેને કો ટુકડા ભલા લેને કો હરી નામ, તાકે પદ વંદન કરૂ જય જય જલારામ
રાજકોટમાં જલારામ જયંતિ નીમીતે અન્નકોટ તથા મહાપ્રસાદનું ઠેર ઠેર આયોજન
જલારામ બાપા ભગવાન શ્રીરામનાં અનન્ય ભકત કહેવામાં આવે છે. 18 વર્ષની ઉમરે તીર્થયાત્રા પરથી પાછા ફરી તેઓ ભોજ ભગતના શિષ્ય બન્યા ગુરુના સુચન પ્રમાણે સદાવ્રત ચાલુ કર્યુ અને અન્નક્ષેત્રમાં સાધુ-સંતોની સાથે ગરીબ અને જરુરીયાત મંદોને વિના મૂલ્યે ભોજન કરાવવામાં આવતું.
એક દિવસ પધારેલા સંત જુનાગઢ જતા પહેલા જલારામને મળવા ‘સદાવ્રત’ કેન્દ્ર પહોચ્યા અને જલારામની સાચી સેવાથી પ્રભાવિત થઇને તેમને આશીર્વાદ આપ્યા અને કહ્યું જલારામ બાપાનું નામ સાચા સંત તરીકે માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્ર્વમાં જાણીતું થશે. આજ બાપાની જન્મજયંતિ નીમીતે રાજકોટના જલારામ મંદિરમાં શ્રઘ્ધાળુઓ પ્રાર્થના અને જલારામ બાપાના દર્શન કરી ધન્યતા ઉનભવે છે.
વૈશાલીનગરમાં ર0 વર્ષથી જલારામ જયંતિ નીમીતે મહાપ્રસાદનું આયોજન: ભુપતભાઇ શીંગાળા (આયોજક)
વૈશાલીનગર શેરી નં.1 માં ર0 વર્ષથી જલારામ બાપાની જન્મજયંતિ નીમીતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. અને ર થી 3 હજાર શ્રઘ્ધાળુઓ પ્રસાદનો લાભ લે છે. આ આયોજન કોઇપણ ફંડ-ફાળા વગર કરવામાં આવે છે. આજનું આયોજન સોશ્યલ ડિસ્ટન્સ રાખી અને સરકારની ગાઇડલાઇનનું પાલન કરાવી આ આયોજન કરવામાં આવેલું છે.
જલારામ પ્રાર્થના મંદિરમાં બાપાના દર્શનથી ધન્યતાનો અનુભવ: જયંતભાઇ પંડયા
હું અહીયા ઘણા સમયથી દર્શન કરવા આવું છું અને મારી બધી મનોકામના બાપા પૂર્ણ કરે છે મારી જલારામ બાપા પર અખુટ શ્રઘ્ધા છે આ રરરમી જન્મજયંતિ નીમીતે અહીયાના અન્નકોટ તથા અન્ય આયોજનના દર્શન કરી ધન્યતા અનુભવું છું. અને જલારામ બાપાની દુવા બધા પર બની રહે એવી પ્રાર્થના
જલારામ પ્રાર્થના મંદિર રાજકોટનું 52 વર્ષ જુનુ: સ્મીતાબેન પારેખ
10 વર્ષથી જલારામ પ્રાર્થના મંદિરમાં સેવા આપુ છું અનેક ભકતો અહીયા દર્શન કરવા આવે છે અને જલારામ બાપા બધા જ ભકતોની મનોકામના પૂર્ણ કરે છે. આજે જલારામ પ્રાર્થના મંદિરમાં અન્નકોટનું આયોજન કરવામાં આવેલ છે. હજારો ભકતો અન્નકોટના દર્શન કરવા આવે છે આ મંદીર 52 વર્ષ જુનુ છે.
દેને કો ટુકડા ભલા લે ને કો હરી કા નામ: રવિ શીંગાળા
‘દેને કો ટુકડા ભલા લે ને કો હરી કા નામ’ આજ ઉપદેશથી અમે જલારામ જયંતિમાં છેલ્લા ર0 વર્ષથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. અને દર વર્ષે આ મહાપ્રસાદની પ્રસાદી ર થી 3 હજાર લોકો લ્યે છે. જલારામ બાપાની અસીમ કૃપા અમારા અને વૈશાલીનગરના બધા જ લોકો પર બની રહે એવી પ્રાર્થના