જૈન ભાગવતી દીક્ષા મહોત્સવનો પાંચમો દિવસ પણ અનોખા કાર્યક્રમ સાથે ઉજવવામાં આવ્યો હતો. વહેલી પ્રભાતે વહેતાં શુભ પરમાણુઓના વાતાવરણ વચ્ચે મુમુક્ષુ ઉપાસનાબેન સંજયભાઈ શેઠનાં નિવાસસન ધર્માલયી સંયમધર્મની અનુમોદના કરતી દેદિપ્યમાન શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જિનશાસનનો લહેરાતો ધર્મધ્વજ, અષ્ટમંગલની માંગલ્યતા પ્રસરાવતા વાહનો, દિવ્ય રજોહરણનો સુદર ફ્લોટ, શણગારેલી વિન્ટેજ કાર, રજવાડી રો પર સવાર દીર્ક્ષાીઓ, રાસ મંડળી, લેઝિમ મંડળી, મધુર સૂરો ગજાવતુ મોરબી બેન્ડ, પારંપારિક પરિવેશમાં સજ્જ નૃત્યકારો અને અત્યંત કલાત્મક રીતે શણગારેલા રજોહરણને અહોભાવ પૂર્વક મસ્તકે ધારણ કરીને ચાલતાં સેંકડો બહેનોની સાથે શ્રી સંધ શ્રેષ્ઠીવર્યો અને ભાવિકોથી શોભતી આ યાત્રા વાજતેગાજતે ડુંગર દરબારનાં શામિયાણામાં આવીને વિરામ પામી હતી.ડુંગર દરબારમાં શોભી રહેલાં દિવ્યતાના દરબાર જેવાં વાતાવરણમાં પંચમ દિવસના સંઘપતિ મહેન્દ્રભાઈ છવીલદાસ શાહ પરિવાર દ્વારા અષ્ટમંગલના શુભ પ્રતિક સાથે ગુરૂભગવંતના આવકાર ઓવારણા કર્યા બાદ આ પરિવારનું ગૌરવવંતી પાઘડી અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.આ સોજ, સંયમની કાંટાળી કેડી પર પ્રયાણ કરી રહેલાં દીર્ક્ષાીઓ ડુંગર દરબારમાં પધારતાજ પારંપારિક વેશભૂષામા સજ્જ થઈને ગામઠી અદામાં ભાવિકોએ અનેરા પ્રવેશ વધામણાં કરીને એમનું સ્વાગત કરતાં સર્વત્ર ઉત્સાહ છવાયો હતો.આ અવસરે સંયમ પ્રાગટ્યની ધન્યતાનો પરિચય આપતાં રાષ્ટ્રસંત પૂજ્યએ સિંહ ગર્જનાના સ્વર સાથે સમજાવ્યું હતું કે, દીક્ષા મહોત્સવની ભવ્યતા અને પ્રભાવકતા કદાચિત હજારો ભાવિકોના અંતરમાં ત્યાગ ધર્મ પ્રત્યે, જિન શાસન પ્રત્યે કે દીર્ક્ષાીઓ પ્રત્યે અહોભાવ તો જાગૃત કરી શકે પરંતુ દીક્ષા ગ્રહણ કરવાના કે સંયમ પ્રાગટ્યના ભાવ તો માત્રને માત્ર સત્યની સમજ, ઇનર વોઈસ અને આત્મકલ્યાણની ઝંખનામાંથી જ જાગૃત તથા હોય છે.