મિકી સૌ પ્રથમ 18 નવેમ્બર 1928માં ટૂંકી ફિલ્મ ‘સ્ટીમ બોટ વિલી’માં દ્રશ્યમાન થયેલ: આ એક પાત્ર ડિઝની બ્રાન્ડ માટે પ્રતિકાત્મક વ્યક્તિ છે
આજે નાના કે મોટા બધા જ લોકો વિવિધ કાર્ટૂન કેરી કેચરથી પ્રભાવીત છે ત્યારે મારા-તમારા કે સૌના બાળપણમાં એકપાત્ર ‘મિકી માઉસ’ આજે પણ આપણા માનસપટ પર અંકિત છે. બાળકોના સૌથી પ્યારા એવા ‘મિકી માઉસ’નો આજે જન્મ દિવસ છે. આજના દિવસે તે ટૂંકી ફિલ્મ ‘સ્ટીમ બોટ’માં પ્રથમ વખત દ્રશ્યમાન થયેલ હતો. તે વોલ્ટ ડિઝનીની બ્રાન્ડની પ્રતિકાત્મક વ્યક્તિ કે સિમ્બોલ કેરી કેચર છે.
નાના બાળકોના બર્થ ડે સેલીબ્રેશનમાં પણ મિકી સાથે ટોમ એન્ડ જેરી જેવા વિવિધ કેરી કેચરનું સ્થાન આજના યુગમાં અકબંધ છે. આપણા બાળપણની યાદો સાથે, સપનાની પાંખો અને કલ્પના સાથે આવા વિવિધ પાત્રો વણાયેલા છે ત્યારે બાળકોના સંર્વાગી વિકાસમાં પણ તેના સ્થાનનું વિશેષ મહત્વ છે.
મિકી માઉસનો ઇતિહાસ જોઇએ તો તે એક પાત્ર કરતાં વધુ બાળકોના જીવનમાં મહત્વ ધરાવે છે. 1928ના પ્રારંભકાળે યુબી લીવક્સ દ્વારા સસલાથી લઇને ઊંદર સુધીના પાત્રોમાં ફેરફાર કરીને મિકી નિર્માણ કર્યો હતો. પ્રથમ બ્લેક એન્ડ વ્હાઇટ બાદ 1935માં પ્રથમવાર ફિલ્મ ‘ધ બેડ કોન્સર્ટ’માં ટેકની કલરમાં જોવા મળ્યો હતો. 1987માં પ્રથમવાર મિકી હાઉસ હોટ બલૂનમાં ઉડાન ભરી હતી. 1993માં મિકીઝ ટુન ટાઉન ડિઝની લેન્ડ ખાતે ખુલ્લું મુકાયું જેમાં ‘મિકીઝ હાઉસ’ એન્ડ મીટ મિકીનું જબ્બર આકર્ષણ ઉભું થયેલ. ક્રિસમસની ઉજવણીમાં પણ 2004માં એનિમેશનમાં દર્શાવ્યું હતું. આજે મિકીને 94 વર્ષ થયા છે.
1942માં એકેડેમી એવોર્ડ ‘મિકી’ને મળેલ
પ્રારંભના ગાળાથી દર વર્ષે માઉસ શ્રેષ્ઠ એનિમેટેડ શોર્ટ ફિલ્મ માટે એકેડેમી એવોર્ડ માટે નોમીનેશન મેળવે છે. જેને વિશ્ર્વની દરેક વ્યક્તિ ઓળખી શકે છે. આજે બાળકોની વિવિધ વસ્તુંઓમાં, સ્કુલ સ્ટેશનરી વિગેરેમાં આ મિકી સર્વત્ર જોવા મળે છે.