24મી એપ્રિલ, 1973ના રોજ મુંબઈમાં એક વાગ્યે, સચિનનો જન્મ થયો હતો. માત્ર 16 વર્ષની ઉંમરે, માસ્ટર બ્લાસ્ટર, જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો છે, તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ વિશ્વમાં ઘણી પ્રસિદ્ધી મેળવી અને ઘણા રેકોર્ડ્સ બનાવ્યા છે. સચિનના ક્રિકેટ પ્રવાસ દરમિયાન તેમને ‘ક્રિકેટ ઓફ ગોડ’ ની સિદ્ધી આપવામાં આવી હતી. 24 વર્ષની કારકિર્દીમાં, તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 34,357 રન બનાવ્યા છે. તેની પાસે ટેસ્ટ અને એક દિવસીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. તેમણે વનડેમાં 18,426 અને ટેસ્ટમાં 15,921 રન બનાવ્યા હતા.
#IPL #HappyBirthdaySachin @sachin_rt pic.twitter.com/bO9UEcJClr
— IndianPremierLeague (@IPL) April 24, 2017
આજે સચિન તેંડુલકરનો જન્મદિવસ છે અને લોકોના મગજ પર IPL 2018 છવાઈ રહ્યું છે. આજે (24મી એપ્રિલ) મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે મેચ રમાવાની છે. વાનખેડે સ્ટેડિયમ સચિન તેંડુલકરનું હોમ મેદાન છે. આજે આ મેચ માટે સચિન સ્ટેડિયમમાં હાજર રહેશે કારણ કે સચિન મુંબઇ ટીમના માર્ગદર્શક છે.
જયારે સચિન તેંડુલકર વાનખેડે સ્ટેડિયમમાં હાજર હોય ત્યારે પ્રેક્ષકો, ખેલાડીઓ, ટીકાકારો અને બાકીના લોકો કે જેઓ ત્યાં આવે છે, તેઓ સચિનને જન્મદિવસની શુભેચ્છાઓ આપશે. એટલે કે ફરી એક વાર સમગ્ર વાનખેડે સ્ટેડિયમ ‘હેપ્પી બર્થ ડે સચિન’ ગાતા જોવા મળશે.
ગત વર્ષે પણ 24 તારીખે, મુંબઈની મેચ વાનખેડે સ્ટેડિયમમાં હતી.સચિનના કેકના કટિંગ સાથે, સમગ્ર સ્ટેડિયમ ‘હેપ્પી બર્થ ડે સચિન’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com