વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેક ટુ બેક ગુજરાતની મુલાકાત કરી રહ્યા છે.ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબા 18 જૂને 100 વર્ષનાં થશે. આ દરમિયાન જ PM નરેન્દ્ર મોદી ફરી એક વાર 17-18 જૂને ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે માતા હીરાબાના જન્મદિન નિમિત્તે PM મોદી માતા હીરાબાના આશીર્વાદ લેવા જશે. હીરાબાના 100માં જન્મદિવસ નિમિત્તે વડનગરમાં પણ ભવ્ય કાર્યક્રમનું આયોજન રખાયું છે.
તારીખ 17 જૂનના રોજ PM મોદી રાત્રે અમદાવાદ પહોંચશે. રાત્રે 8 વાગ્યે ગાંધીનગર રાજભવન પહોંચશે. બાદમાં 18 જૂનના રોજ સવારે પીએમ મોદી પાવાગઢ જશે. સવારના 9 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી પાવાગઢ મંદિરે દર્શન કરશે. આ ઉપરાંત પીએમ મોદી પાવાગઠમાં મહાકાળીના મંદિરે ધ્વજારોહણ કરશે. 11:30 થી 11:45 સુધી વિરાસત વનની મુલાકાત લેશે. બપોરના 12:15 વાગ્યે PM મોદી વડોદરા પહોંચશે. જ્યાં તેઓ ગુજરાત ગૌરવ અભિયાનને સંબોધન કરશે. બાદમાં બપોરે 2:30 વાગ્યે વડોદરાથી દિલ્હી જવા રવાના થશે.
ઉલ્લેખનીય છે કે, આગામી તા. 17 અને 18 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. આ તકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અનેક વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ સમગ્ર કાર્યક્રમની માહિતી આપી હતી.
PM નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે 8 વર્ષ પૂરાં કર્યા હતા. આ પ્રસંગે આયોજિત એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા તેઓ શિમલા ગયા હતા, જ્યાં એક રોડ શોમાં પણ સામેલ થયા હતા. આ દરમિયાન તેમણે એક યુવતીના હાથમાં પોતાની માતા હીરાબાનું પેઇન્ટિંગ જોયું. લોકોના આશ્ચર્ય વચ્ચે તેમણે આ પેઇન્ટિંગ જોવા પોતાનો કાફલો અટકાવ્યો અને યુવતી પાસે પહોંચી ગયા. PM મોદીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાઇરલ થયો હતો.