હવે ઉચ્ચ પદવી ધરાવનારાઓ ગોટે ચડયા છે. અને પહેલી જ વાર સાંભળેલી કોરોના નામની ડિગ્રીએ હમણા સુધી એને કાંઈ સાચુ સુઝવા દીધું નથી! વિધાને વેચવાની ચીજ ન બનાવી દેવાઈ હોત તો આટલી હદે પાપ અને શ્રાપ કદાચ ન લાગ્યા હોત !
આપણા એક કવિશ્રીએ એમના અકે કાવ્યમાં લખ્યું છે કે, ‘માણસ થવામાં માણસનું સુખ…’
દાખલ તો થઈએ, પણ દખલ ન કરીએ, એ છે સરનામું હાલનું, અર્થોને આરપાર વીંધે છે. સ્નેહ, પછી શબ્દોનું બખ્તર શું કામનું? શખની ઢગીને ખાનગીમાં પૂછ.
માનવ થવામાં જ માણસનું સુખ…
આ કવિનું માણસ વિષેનું વિશ્ર્લેષણ સો ટકા સાચું છે. પણ આજે તો માણસ નથી રહ્યો માણસ…
આપણા દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ‘વિકાસ’નું ગાણું જ આપણા રાજપુરૂષો ગાઈ રહ્યા છે.
આપણી ચૂંટણીઓમાં દેશનો જબરો વિકાસ સાધવાની હવા ઉભી કરાઈ હતીને હજુ વિકાસનું ગાણુ જ ગવાતું રહ્યું છે.
આપણા ટોચના નેતાઓએ તેમને ‘વિકાસ-પુરૂષ’ તરીકે ખપાવીને પ્રજાના (ખાસ કરીને) ગરીબ તેમજ મધ્યમ વર્ગનાં લોકોના હાથમાં ‘વિકાસની લોલીપોપ’ પકડાવ્યા કરી છે.
તેમણે ‘વિકાસ’ની કોઈ વ્યાખ્યા આપી નથી.
સામાન્યત: સરકારે સમાજને દેશના તમામ ક્ષેત્રોમાં વિકાસ સાધવો ઘટે, અને તે પણ સપ્રમાણ તેમજ વિવેકપૂર્ણ હોવો ઘટે…
દેશના કમનશીબે આપણા નેતાઓએ સતત ગાયા કરેલું વિકાસનું ગાણું નર્યંુ રાજકીય લાભાલાભનો, વિવેકાવિવેક વગરનો તેમજ આડેધડ સ્વરૂપનો બની રહ્યો એવી ટકોર પણ થતી રહી….
કેટલાક બુધ્ધિજીવીઓએ તો રીતસર એવી ટીકા કરી કે, આપણા નેતાઓએ તેમને વિકાસ-પુરૂષ ગણાવ્યા, પરંતુ તેઓ વિકાસપુરૂષની સાથે સાથે પોતાને સંસ્કૃતિ પુરૂષ પણ ગણાવતા વિસરી જ ગયા ! હકીકતમાં કોઈ પણ દેશ વિકાસની સાથે સાથે સંસ્કૃતિ તેમજ સંસ્કારને પણ સુદ્દઢ બનાવ્યા વિના ટકી શકે નહિ… સંસ્કૃતિનો લોપ થાય, સંસ્કારનો પણ લોપ થાય અને વિકાસનાં ગાણા ગવાય તો એ સરવાળે નિરર્થક જ બની રહે…
આપણા દેશની હાલત આપણે ત્યાં આડેધડ તેમજ વિવેકવિહિન વિકાસ થયો હોવાની જ ચાડી ખાય છે.
‘માણસ થવામાં જ માણસનું સુખ’ એ સનાતન સત્યને કહેવાતા વિકાસનું ગાણુ ગાવામાં અને રાજકીય સ્વાર્થ સાધવામાં ખોઈ બેઠા છે.
આપણા દેશની વર્તમાન બેહાલી અને ખાનાખરાબી આપણા દેશની સંસ્કૃતિને અને સંસ્કારને ઠોકરે મારવાને કારણે જ છે!
સંસ્કૃતિહીનતાને કારણે જ આપણા દેશના વિદ્યાલયો તેમજ વિધાવાનો વિધાને વેચતા થઈ ગયા છે. અને વિધા વહેચવાની ચીજ નથી, એ પાયાના સિધ્ધાંતને અભેરાઈએ ચઢાવતા થઈ ગયા છે. લગભગ તમામ ક્ષેત્રે સમાજનો દ્રોહ કરતા રહીને તેમણે પાપ જ કર્યા કર્યું છે.
સવા કરોડની વસતિના આ દેશમાં સંસ્કૃતિને છિન્નભિન્ન કરી દેવાય, સંસ્કારને ખતમ કરી દેવાય અને દેશનો કારોબાર મનફાવે તેમ ચલાવાય તો દેશનું સરવાળે અધ:પતન થાય એમાં શી નવાઈ ?
પ્રત્યેક સમાજમાં પરિવર્તનો આવે છે. સમય પણ બદલાતા રહ્યો છે. મનુષ્યોની માનસિકતા બદલાતી રહે છે. સમયના વહેણની સાથે અને નવા નવા પ્રવાહો સાથે સ્ત્રીઓ પુરૂષોનાં નામો છેક બચપણથી જ બદલાતા રહે છે. સદીઓ બદલાય તેમ ભાષા સહિત ઘણુ બધું બદલાતું રહે છે. રીતરિવાજ પણ બદલાય છે. સહું કોઈએ જમાના સાથે બદલવું પડે છે, અને એ મુજબ રહેવું પડે છે.
માણસ થવામાં જ માણસનું ભલુ છે, એ નિર્વિવાદ છે. પણ માણસો એમના સ્થિતિ-સંજોગો અનુસાર બદલ્યા વિના રહેતા નામોમાં બદલાવ કયાંને કયાં પહોચ્યો છે.
આપણા નેતાઓ તેમની રાજદ્વારી અનિવાર્યતા મુજબ બદલતા રહે છે. આમાં ગરીબો શ્રીમંત થાય છે, પણ કોઈ શ્રીમંતો ગરીબ થતા નથી.
આ બધું છે, છતાં પરિવર્તન અનિવાર્ય છે. એ નિશ્ર્ચિત છે. મનુષ્યોએ વિકાસ-પુરૂષ અને સંસ્કૃતિ -પુરૂષ બન્યા વિના છૂટકો નથી. આપણે ઈચ્છીએ કે, આપણા નેતાઓ વિકાસ પુરૂષનો દેખાવ કરવામાં સંસ્કૃતિ અને સંસ્કારની રક્ષા કરવાનું ન ભૂલે.. દેશ જ સર્વોપરી છે. એ ન ભૂલે પાપને છાપરે ચઢવાની ટેવ છે એ ન ભૂલે માનવથી મોટું કાંઈ નથી એ ન ભૂલે… સવા અબજ લોકોનો વિકાસ કરવો હશે રાજકીય કાવાદાવા કામ નહિ આવે… સંસ્કૃતિ સાદ જ ખાલી નહિ જાય એ ભૂલવા જેવું નથી. પરમેશ્ર્વરથી મહાન કોઈ નથી એ પણ ભૂલવા જેવું નથી…
‘જૂના અને નવા’ને એક સરખા યાદ રાખવા અને તેમાંથી સનાતન તત્વોને તારવીને જીવનયાત્રા કર્યા કરવી એવો આપણી સંસ્કૃતિનો સંદેશ છે ?