તા.1-11-21થી ગ્રેડ પે ગણવાનો રહેતા સાત માસનું એરિયર્સ પણ મળવાપાત્ર રહેશે

ગુજરાત એસ.ટી.નિગમના તમામ ડ્રાઇવર, કંડક્ટરોના ગ્રેડ પે માં વધારો કરી અપાતા 30 હજાર જેટલા કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાઇ જવા પામી છે. આવતા જુલાઇ માસના પગારમાં વધારો મળશે. તા.1-11-21 થી ગ્રેડ પે ગણવાનો રહેતા સાત માસનું એરિયર્સ પણ મળવાપાત્ર રહેશે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ અને કર્મચારી યુનિયનો વચ્ચે થયેલી સમજુતી મુજબ આગામી જુલાઇ માસથી જ ડ્રાઇવરનો ગ્રેડ પે 1,800 ને બદલે 1,900 કરી દેવાયો છે. જ્યારે કંડક્ટરનો ગ્રેડ પે 1,650 ને બદલે વધારીને 1,800 કરવામાં આવ્યો છે.વિવિધ 23 જેટલી પડતર માંગણીઓને લઇને કર્મચારી સંગઠનોએ તા.9 જુનથી આંદોલનો શરૂ કરવાની ચિમકી આપતા રાજ્ય સરકાર સમજુતીના માર્ગે આવી  છે. તા.18 જુનના રોજ હડતાળની ચીમકી મળતા અધિકારીઓએ રાણીપ નિગમની કચેરી ખાતે યુનિયનોના આગેવાનો સાથે બેઠક યોજીને સમજુતીની રૂપરેખા નક્કી કરી હતી. જેને પગલે સરકારે ગ્રેડ પે વધારી આપવાનો મહત્નવપૂર્ણ નિર્ણય લીધો  છે.  આ અંગે કર્મચારી સંકલન સમિતીના આગેવાનોના જણાવ્યા મુજબ હવે આંદોલન મોકુફ રખાશે. સરકારે અમારી વાત માની તે મહત્વનું છે. અન્ય થયેલી સમજુતી મુજબ  સેટલમેન્ટની જોગવઇ મુજબ 11 ટકા મોંઘવારી ભથ્થાની દરખાસ્ત કરાશે.સરકારની મંજુરી મળ્યે તે ચુકવાશે. વર્ષ 2021-22ની હક રજાનું ત્વરિત રોકડમાં ચુકવણું કરાશે. બદલી અંગેના પરિપત્ર 2077માં સુધારો કરાશે.બાકીના મુદ્દાઓ અંગે સમિતી સાથે ચર્ચા વિચારણા કરાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.