૪૦૦ જરૂરિયાતમંદ બાળકોને દીવડા, ફટાકડા તેમજ મીઠાઇનું વિતરણ
આર્ટ ઓફ લિવિંગ રાજકોટ સ્થિત સંસ્થાની યુવા ટીમ દ્વારા પ્રકાશપર્વ નિમિત્તે ૪૦૦ જરૂરિયાતમંદ બાળકોને દીવડા, ફટાકડા તેમજ મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. આર્ટ ઓફ લિવિંગ સંસ્થા ની યુવા ટીમ “હેપીનેસ ગેંગ દ્વારા ડો. આશ્કા જાનીના માર્ગદર્શક હેઠળ દીવાળી નિમિત્તે સેવાયજ્ઞનું આયોજન કરવામા આવ્યું હતું.
દીવાળી એટલે કે પ્રકાશપર્વ નિમિત્તે સૌ કોઇ ઉત્સાહ સાથે તેહવારો ની ઉજવણી કરે છે ત્યારે ઘણા બાળકો કે જેઓની આર્થિક સ્થિતિ નબળી હોય ત્યારે આ તેહવાર ને ઉજવી નથી શકતા અને વંચિત રહે છે.
ત્યારે તેઓ પણ આ તેહવાર ઉજવી અને માણી સકે તે માટે ડો. આશ્કા જાની અને તેમની ટીમ દ્વારા રાજકોટના વિવિધ વિસ્તારના ગરીબ બાળકોને મીઠાઈ, દીવડા તેમજ ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સેવાયજ્ઞ માં ગ્રીશ્મા્ જાની, આદિત્યરાજસિંહ ઝાલા, ભવ્ય બળદેવ, વિજય ચૌહાણ, અમી ગજ્જર, દક્ષા જાની, નમ્રતા ત્રિવેદી, વિશાલ પીઠડિયા તેમજ નીરવ કોટક જોડાયા હતા. ભવિષ્યમાં પણ આવા સેવા કાર્યો કરવામાં આવેશે તેમજ જે કોઈ આ સેવાકાર્યમાં સહભાગી થવા માંગતા હોય તેઓ ડો. આશ્કા જાનીને સંપર્ક કરી જોડાય શકે છે.