- લાયન્સ ક્લબ ઓફ સિહોર આયોજીત તથા હેલ્થ ઓફીસના સહકારથી સગર્ભા સ્ત્રીઓને સુખડી વિતરણ
- સગર્ભા સ્ત્રીઓને ચોખ્ખા ઘીમાં પ્રોટીન યુક્ત દ્રવ્યો નાખીને સુખડી વિતરણ કરાઈ
- લાભાર્થીઓને દ્રવ્યો યુક્ત સરગવાનો સૂપ તથા ફણગાવેલ કઠોળનો નાસ્તો પણ અપાયો
લાયન્સ ક્લબ ઓફ સિહોર આયોજીત તથા હેલ્થ ઓફીસના સહકારથી સગર્ભા સ્ત્રીઓને ચોખ્ખા ઘીમાં પ્રોટીન યુક્ત દ્રવ્યો નાખીને બનાવેલ સુખડી વિતરણ કરવામાં આવી. તેમજ સુખડી વિતરણ કાર્યક્રમની સાથે કુપોષિત તથા અતિ જોખમી સગર્ભા બહેનોને ગાયનેક લાયન ડૉ.યાદવ સાહેબની ટીમ દ્વારા બ્લડ પ્રેશર,સુગર,લોહીના ટકા તથા જરૂરિયાત મંદ દર્દીને એ.એન.સી પ્રોફાઈલ પણ કરી આપવામાં આવેલ હતી. કાર્યક્રમમાં સોનલ વિસાનીના માર્ગદર્શન દ્વારા તૈયાર કરેલ દરેક લાભાર્થીઓ દ્રવ્યો યુક્ત સરગવાનો સૂપ તથા ફણગાવેલ કઠોળનો નાસ્તો પણ આપવામાં આવ્યો હતો.
લાયન્સ ક્લબ ઓફ સિહોર આયોજીત તથા સિહોર હેલ્થ ઓફીસ ના સહકાર થી ૪૦ કિલો કરતા ઓછા વજન ધરાવતી સગર્ભા સ્ત્રીઓ ને પોષણ યુક્ત આહાર માટે ચોખ્ખા ઘી માં પ્રોટીન યુક્ત દ્રવ્યો નાખી ને બનાવેલ સુખડી 1 કિલો દરેક લાભાર્થીઓ ને આપવામાં આવી હતી. સુખડી વિતરણ કાર્યક્રમ ની સાથે કુપોષિત તથા અતિ જોખમી સગર્ભા બહેનોને ગાયનેક લાયન ડૉ.યાદવ સાહેબ ની ટીમ દ્વારા બહેનો ને બ્લડ પ્રેશર,સુગર,લોહી ના ટકા તથા એમાંય જરૂરિયાત મંદ દર્દી ને એ.એન.સી પ્રોફાઈલ પણ કરી આપવામાં આવી હતી.
લાયન્સ ક્લબ ઓફ સિહોર ના આજ ના આ કાર્યક્રમ માં સી. ડી.એસ. ઓ ડો. ચંદ્રમણીકુમાર સહેબ તથા ડૉ.કોકિલાબેન(R.C.H.O) તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. આરિયા ઉનાની,અર્બન મેડિકલ ઓફિસર ડૉ.ભૂત સાહેબ જીલ્લા લેબ ટેકનીશ્યન સરોજબેન જાલા ત્થા અર્બન સિહોર તથા પી.એચ.સી ઉસરડ તેમનો સુંદર સહયોગ મળ્યો હતો. ત્યારે આજના કાર્યક્રમમાં સોનલ વિસાનીના માર્ગદર્શન દ્વારા તૈયાર કરેલ દરેક લાભાર્થીઓ દ્રવ્યો યુક્ત સરગવા નો સૂપ તથા ફણગાવેલ કઠોળ નો નાસ્તો આપવામાં આવ્યો હતો. આ સાથે લાયન્સ ક્લબ ઓફ સિહોર તરફ થી પૂર્વ પ્રમુખ લાયન પ્રદીપ કળથીયા, પૂર્વ પ્રમુખ લાયન અશોક ઉલવા,એમ.જે.એફ લાયન ડો. કાંત દેસાઈ, સેક્રેટરી લાયન સંજય દેસાઈ, પૂર્વ સેક્રેટરી લાયન ઉદય વીસાની, લાયન ડો. કલ્પેશ ગૌસ્વામી, લાયન યોગેશ પવાર, લાયન ડૉ.આર.જી યાદવ, પ્રમુખ ડૉ.પ્રશાંત આસ્તિક અને જયન્ટ્સ ગ્રુપ ઓફ સિહોર તરફ થી હરેશ પવાર સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.