અમદાવાદ સ્થિત હેપીનેસ ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ગુજરાત સૌરાષ્ટ્રના લોકોની સ્વાસ્થ્ય સુખાકારી માટે મોબાઈલ એપ હેપ્પીનેશ કસ્ટમર તથા હેલ્થ કાર્ડની સુવિધા ઉપલબ્ધ છે. આ કાર્ડ મારફત જે રિતે ક્રેડિટ કાર્ડ પર ખિસ્સામાંથી એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર પહેલા ખરીદી  કરો છો અને ત્યારપછી તે રકમ ખિસ્સામાંથી ચૂકવવામાં આવે છે. તે રિતે હેલ્થ કાર્ડથી મેડીકલ સ્ટોરમાં દવા ખરીદી કર્યા બાદ નિયત સમય મર્યાદામાં રૂપિયા ચૂકવવાના રહશે.

હેલ્થ કાર્ડ ધારકને આરોગ્યલક્ષી સારવાર માટે  મળશે 2 થી 20 હજાર રૂપીયા સુધીની ક્રેડિટલીમીટ

અમદાવાદની હેપીનેસ કંપનીના હેલ્થ કાર્ડનો રાજકોટમાં શુભારંભ થયો છે ક્રેડિટ કાર્ડ પર ખિસ્સામાંથી ઍક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર તમે જે રીતે પહેલા ખરીદી કે બિલની ચૂકવણી કરો છો અને ત્યાર પછી તે રકમ કિસ્સામાંથી ચૂકવો છો એવી જ રીતે હવે હોસ્પિટલમાં સારવાર માટે પણ તમે સમય પર કિસાની રકમ ખર્ચ કરતા બચી શકો છો અને કાર્ડ થતી ચુકવણી કર્યા બાદ નિયત સમય મર્યાદામાં આ રૂપિયા ચૂકવી શકો તે માટે અમદાવાદ સ્થિત હેપીનેસ ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા હેલ્થ કાર્ડ લોન્ચ કરવામાં આવી રહ્યું છે. જે સારવાર માટે ક્રેડિટ આપવા સાથે જ દવા અને લેબોરેટરી ચાર્જમાં પણ છૂટ નો લાભ આપશે આ માટે કંપની દ્વારા એક મોબાઇલ એપ્લિકેશન હેપિનેશ કસ્ટમર એપ લોન્ચ કરાય છે.પ્લેસ્ટોરમાંથી હેપ્પીનેસ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી. એપમાં  ડિજિટલ ફોર્મ પર જરૂરી સંપુર્ણ માહિતી ભરવાની રહશે.આ અંગે માહિતી આપતા કંપનીના ફાઉન્ડર્સ મયુર સિંહ જાડેજા અને જયદીપભાઈ નંદાણીએ જણાવ્યું હતું કે કંપનીનું લક્ષ્ય સંપૂર્ણ હેલ્થ કેર ઈકો સિસ્ટમને આવરી લેવાનું છે.કંપની દ્વારા હેલ્થ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે. હેલ્થ કાર્ડના વપરાશ અને ચુકવણીનો ટ્રેક રેકોર્ડ જોઈ ક્રેડિટ લિમિટ વધારવામાં આવશે.

હેપીનેસ કાર્ડ સાથે જોડાયેલા ગુજરાત ભરના 5000 થી વધુ મેડિકલ સ્ટોર્સ, હોસ્પિટલ તથા લેબોરેટરીમાં ઉપયોગ થઈ શકે છે.રૂપિયા 2000 થી 20000 સુધીની ક્રેડિટ લિમિટ આપવામાં આવશે. મહતમ રાહત દરે દવાઓ મળવા પાત્ર. દવાઓની ફ્રી હોમ ડીલેવરી આપવામાં આવશે. લેબોરેટરી ટેસ્ટ ઉપર 40% સુધી ડિસ્કાઉન્ટ મળવા પાત્ર.હેલ્થ કાર્ડ પર બીપી, બ્લડ ગ્લુકોઝ ફ્રીમાં તપાસવામાં આવશે.

દવાઓના બિલમાં મિનિમમ 10% જ્યારે લેબોરેટરી ચાર્જમાં પણ 40% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. સાથે જ દવાની હોમ ડીલેવરી ફ્રી મળશે. હોસ્પિટલમાં ઓપીડી તપાસ માટે અને સેવાઓના ચાર્જમાં પણ આગામી સમયમાં છૂટ આપવામાં આવશે. આ ઉપરાંત દર મહિને એક વખત બીપી અને બ્લડ ગ્લુકોઝની તપાસ ફ્રી રહેશે સાથે જ વજન એસપીઓ2 અને એચઆર,ટેમ્પરેચરની તપાસ ફ્રી કરી આપવામાં આવશે.વધુમાં જણાવ્યું હતું કે કંપની દ્વારા ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકોની સ્વાસ્થ્ય સુખાકારી માટે હેલ્થ કાર્ડ અને મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે.

આ કાર્ડ હેઠળ 5000 થી વધુ મેડિકલ સ્ટોરને આવરી લેવામાં આવશે. હાલ રાજકોટમાં 25 મેડિકલ સ્ટોર હેપીનેસ કંપની સાથે કનેક્ટ છે.જે દરેક લોકોના મેડિકલ બજેટમાં રાહત આપશે સાથે જ આગામી સમયમાં ડોક્ટર્સ હોસ્પિટલ અને લેબોરેટરીને પણ આ આ કાર્ડ હેઠળ આવરી લેવામાં આવશે. આ કાર્ડ અને મોબાઇલ એપ્લિકેશન શરૂઆતમાં ચાર મેટ્રો શહેરમાં લોન્ચ કરવામાં આવ્યું છે. સૌપ્રથમ હેલ્થ કાર્ડ સુરત જામનગર લોન્ચ કરવામાં આવ્યું છે. હવે રાજકોટમાં હેલ્થ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે. તેના માટે મેડિકલ સ્ટોર્સને આવરી લેવામાં આવ્યા છે.

જે દરેક વર્ગના લોકોના મેડિકલ બજેટમાં રાહત આપશે ઉપરાંત આગામી સમયમાં હોસ્પિટલ ડોક્ટર તથા લેબોરેટરીને પણ આવરી લેવામાં આવશે. કંપનીનું વિઝન સંપૂર્ણ હેલ્થ કેર સિસ્ટમને આવરી લેવાનુછે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.