વોટર સોલ્યુશન સાંથા સંકળાયેલી નામાંકિત કંપનીઓએ પાણીના શુદ્ધિકરણ મુદ્દે લોકોની મુંજવણો દૂર કરી
ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે તાજેતરમાં ત્રિદિવસીય વેપટેગ વોટર એકસ્પો ૨૦૧૮ યોજાઈ ગયો. જેમાં પાણીના શુદ્ધિકરણ સાથે જોડાયેલી વિવિધ કંપનીઓએ આર.ઓ., ફિલ્ટરીંગ, સેવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિતના મુદ્દે લોકોની મુંઝવણો દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. સતત ચોથા વર્ષે યોજાયેલા આ એક્ઝિબીશનમાં કંપનીઓએ પોતાની પ્રોડકટસ પણ લોકો સમક્ષ મુકી હતી.
વેપટેગ એકસ્પોથી વેપારીઓને ફાયદો થયો: કુંજલ પંડયા
કલાઉડના કુંજલ પંડયાએ જણાવ્યું કે કલાઉડ વેપટેગના સ્પોનસર છે. તેઓએ કહ્યું કે વેપટેગનું જે આયોજન કરવામાં આવ્યું છે. તેમાં પહેલા એવું હતું કે, આર.ઓ.ઈન્ડસ્ટ્રીઝના વેપારીઓ હતા તે બધા પોતાની રીતે કામ કરતા હતા અને વેપટેગ ગઠબંધનથી આરઓના વેપારીઓ સાથે મળ્યા અને બીટુબી નફો થયો અને દરેકના બિઝનેસમાં વધારો થયો. તેઓની કંપની વેપટેગમાં ૪ વર્ષથી ભાગ લે છે અને તેમના એમડી વેપટેગના વાઈસ પ્રેસીડેન્ટ પણ છે. તેઓ દર વર્ષે મોટો સ્ટોલ રાખીને વધુમાં વધુ પ્રોડકટ લાવે છે. કંપનીની વિશેષતા એ છે કે અત્યાર સુધીમાં આરઓ ઈન્ડસ્ટ્રીઝમાં બધા ઈમ્પોર્ટ ઉપર વધારે આધાર રાખતા હતા અને તેઓની કંપની પણ શરૂઆતમાં ઈમ્પોર્ટ ઉપર આધાર રાખતી હતી અને પછી તેઓને થયું કે ભારત દેશ અને લોકો માટે કંઈક કરવું જોઈએ. તેથી તેઓએ બધી વસ્તુનું પ્રોડકશન અમદાવાદમાં કરવાનું ચાલુ કરી દીધું છે અને તેઓની કંપની પહેલા ૧૦ લોકોથી ચાલતી હતી અને હવે ૧૫૦ લોકોથી ચાલે છે. તેઓએ લોકોને મેડ ઈન ઈન્ડિયા અને મેક ઈન ઈન્ડિયા તરફ લઈ જવાનો માહોલ સર્જાયો છે. તેઓની કંપનીનો ફયુચર ગોલ એ છે કે તેવી એક પણ વસ્તુ ન હોવી જોઈએ જે ઈન્ડીયામાં ન બનાવી શકીએ અને તેઓને મેક ઈન ઈન્ડિયાને આગળ લઈ જવું છે.
ગ્રાહકને સંતોષ આપવો અમારો મુખ્ય ધ્યેય: ચિરાગ ગોરસીયા
શિવધારા વોટર સોલ્યુશન ચિરાગ ગોરસીયાએ જણાવ્યું કે વેપટેગનું એસોસિએશન બહુ જ સારું કામ કરી રહ્યા છે અને દરેક કંપની અહીં ભેગી થાય છે. કસ્ટમર્સ મળે છે અને અહીં અમે નવી વસ્તુ લોન્ચ કરી છે. તેઓને વેપટેગમાં ભાગ લઈને ખુબ સારું લાગે છે અને તેઓની મેઈન પ્રોડકટ પીપી સ્પંચ છે અને બીજા ઘણા ફિલ્ટરના નાના નાના પમ્પસ છે. તેઓની કંપનીની વિશેષતા એ છે કે તેઓ ઈમ્પોર્ટ આઈટમ વધારે રાખે છે અને કોઈ ડુપ્લીકેશન આઈટમ રાખતા નથી. તેઓનો ફયુચર ગોલ એ છે કે કસ્ટમરને સંતોષ મળે તેવો પ્રયત્ન કરવો અને કવોલિટી સાથે કામ કરવું.
એક્ઝિબીશનમાં સતત ત્રીજી વખત સારો રિસ્પોન્સ મળ્યો: ચંદન શર્મા
એલ્ડરોઈડ એકવાટર લી.ના ચંદન શર્માએ જણાવ્યું કે, ગુજરાતની ઈન્ડસ્ટ્રીઝ પ્યોરીફીકેશનનું હબ બનવા જઈ રહી છે અને તેઓ ત્રીજી વખત વેપટેગ સાથે જોડાયા છે અને આ વેપટેગમાં ચાઈનાના લોકોએ પણ ભાગ લીધો છે અને તેઓને અહીંયા ઈન્ડિયા લેવલે જ પોતાની પ્રોડકટ લોન્ચ નથી કરી રહ્યાં પરંતુ તેઓ ઘણા દેશોમાં આગળ વધી રહ્યાં છે અને તેઓની મેઈન પ્રોડકટ આરઓ ફીટીંગ્સ છે. તેઓની કંપનીનો ફયુચર ગોલ એ છે કે તેઓ સારુ પ્રોડકશન કરવા માંગે છે અને તેઓએ હાઈલી ટેકનીકલ પ્રોડકટ બુસ્ટર પંપ લોંચ કર્યું છે અને તેઓએ જે પ્લાન્ટસ લોન્ચ કર્યાં છે તે ઈન્ડિયામાં કયાંય છે જ નહીં અને તેઓએ ચાઈના કરતા કવોલિટી અને કોસ્ટીંગમાં વધુ સારું પ્રોડકશન કર્યું છે.
એકસ્પોથી ગ્રાહક માટે વિશ્ર્વસનિયતાનું વાતાવરણ પુરુ પાડે છે: કલ્પેશ શાહ
એકસેલ ફિલ્ટરેશન લી.ના કલ્પેશ શાહએ જણાવ્યું કે વેપટેગ દ્વારા આ ચોથા એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં પાણી સાથે સંકળાયેલ દરેક વેપારી રાહ જોઈને બેઠા હોય કે વેપટેગનો વોટર એકસ્પો આવે તો અમે વિઝીટ કરીએ. ઈન્ડિયાના ઘણા મેન્યુફેકચરર્સ જેણે ઘણુ રિસર્ચ કયુર્ં છે તે વેપટેગના પ્લેટફોર્મ દ્વારા વિશ્ર્વ સુધી પહોંચી રહ્યા છે. તેઓને વેપટેગમાં ભાગ લઈને ખુબ જ સારું લાગ્યું અને આ વખતે તેઓ વોટર બોટલના સ્પોન્સર છે. આ એકઝીબીશનમાં બીજી ઘણી પ્રોડકટે તેનો ઈન્ટ્રોડયુસર કરવા જઈ રહ્યા છે. તેમાં તેના દ્વારા બનાવવામાં આવેલા બુસ્ટર ૫૪૫, આલ્કલાઈન ફિલ્ટર, ફિલ્ટર હાઉસીંગ અને તેઓ ડોમેસ્ટીક આરઓની ૯૦% જેટલી પ્રોડકટસ તેઓ બનાવે છે. તેઓની કંપનીની વિશેષતા એ છે કે પ્રેમ અને પૈસા બંને આ કંપનીમાં મળી રહે છે. ગ્રાહક સાથે વિશ્ર્વાસનીયતાનું વાતાવરણ પુરુ પાડે છે અને ચોકકસ આવક એ દરેક ધંધાનો પ્રાણ છે પરંતુ એ મર્યાદામાં રાખી અને કવોલિટી સાથે કોમ્પ્રોમાઈઝ ન કરી. કારણકે વોટર ફિલ્ટર સાથે સંકળાયા છીએ એટલે કવોલિટી મુખ્ય છે. તેઓની કંપનીનું ફયુચર વિઝન એ છે કે ઈન્ડિયા અને ગુજરાતની વફાદારી છે એ આપણો પ્રાણ છે તેને તમામ રાજયો અને વિશ્ર્વ સાથે અમારી પ્રોડકટ પહોચે અને વિશ્ર્વ કક્ષાએ ભારતનું નામ પહોંચે તેવું વિઝન ચાલી રહ્યા છીએ.
અમારી કંપની હાઈડ્રોજન વોટરની નવી પ્રોડકટ લઈ આવી: મિતેષ કણસાગરા
જય મેટલ્સના મિતેષ કણસાગરાએ જણાવ્યું કે તેઓ હાઈડ્રોજન વોટરની એક નવી પ્રોડકટ લાવ્યા છીએ જે પાણીમાં હાઈડ્રોજનના મોનિકયુલસ વધારે છે. આ બોટલ જાપાનમાં ૧૦ વર્ષી ફેમસ છે. હાઈડ્રોજન વોટર હેલ્ માટે એટલું સારું છે કે ડાયાબિટીસ, બી.પી., અસ્મા જેવા પેશન્ટ માટે હાઈડ્રોજન વોટર ખૂબ જ સારું છે. આ બોટલમાં ૫૦૦ એમએલ પાણી ૫ જ મિનિટમાં ક્રિએટ કરી શકો છો. તેઓ વેપટેગમાં ૪ વર્ષી ભાગ લે છે. તેઓનું કહેવું છે કે વેપટેગમાં જેટલો રિસ્પોન્સ મળે છે તેવો બીજા કોઈ એક્ઝિબીશનમાં મળતો ની અને વેપટેગ સારામાં સારું એસોસિએશન છે. તેઓની કંપનીની વિશેષતા એ છે કે તેઓ દર વર્ષે કંઈકને કંઈક ઈનોવેટીવ પ્રોડકટ લાવે છે અને તેઓ પીપી સ્પંચ ફિલ્ટર મેન્યુફેકચર કરે છે અને બધા પાર્ટસનું મેન્યુફેકચર કરે છે. તેઓ ઈમ્પોર્ટ પણ કરે છે તેઓ કોરિયાથી આરઓ પણ લાવ્યા છે. તેઓની કંપનીનો ફયુચર ગોલ એ છે કે તેઓ ઈન્ડિયામાં હજી પણ વધુ સારું આપવા માંગે છે.
માર્કેટમાં બીટુબી સરળ બનાવવા કંપનીનો ધ્યેય: અંકિત પટેલ
પ્રભાત સેલ્સ એન્ડ સર્વિસના અંકિત પટેલે જણાવ્યું કે તેઓ વેપટેગમાં ઘણી પ્રોડકટો હાઈલાઈટ કરે છે તેઓને વેપટેગ દ્વારા ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે અને તેઓની ખાસિયત એ છે કે તેઓ ઈમ્પોર્ટ કરે છે. તેઓનું પ્રોડકશન રેડી યુનિટ તૈયાર કરાવવા છે અને તેની પ્રાઈઝ ૬૫૦૦થી શરૂ થાય છે અને ૧૭,૫૦૦ સુધીના મોડલો છે તેઓની કંપનીનો ફયુચર ગોલ એ છે કે માર્કેટમાં બીટુબી સરળ બનાવવું અને કસ્ટમરને સંતોષ આપવો.
ઘરવપરાશમાં ઉપયોગમાં લેવાતા ઉપકરણોમાં અમારી બ્રાન્ડ આગેવાની લેશે: રાજેષ જોશી
વોટર ઈન્ડસ્ટ્રીઝના તમામ નાના-મોટા ઉધોગોને પ્લેટફોર્મ આપી રહ્યું છે. દર વર્ષે આ એકઝીબીશનમાં ભાગ લઈએ જ છીએ. ભારતમાં સૌપ્રથમ આર.ઓ ટેકનોલોજી લાવનાર કંપની છે. ઉપરાંત વોટર ઈન્ડસ્ટ્રીઝમાં ઉપયોગમાં લેવાતા ૯૦થી ૯૫% સ્પેરપાર્ટનું ઉત્પાદન હાઈ-ટેચ કંપની કરે છે. બારડોલી ખાતે ૪ હજાર સ્કવેર ફીટનું ઉત્પાદન યુનિટ ધરાવતી અને ભારતભરમાં ૪૫ ઓફિસીસ ધરાવતી તેમજ થાઈલેન્ડ, ચાઈના જેવા દેશોમાં પોતાનું કાર્યક્ષેત્ર ધરાવતી હાઈટેચ બ્રાન્ડના રાજેષ જોષીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે ઘરના નાના કિચનના આર.ઓ. પ્લાન્ટથી શરૂ કરેલી અમારી સફર ઈનોવેટીવ કિચન એપ્લાઈસીસ સાથે બજારમાં આવી ચુકયું છે. આવનારા સમયમાં ઈન્ડસ્ટ્રીઝ ક્ષેત્ર તેમજ ઘર વપરાશમાં આવતા ઉપકરણો ક્ષેત્રે હાઈ-ટેચ બ્રાંડ લીડરશીપ લેશે તેવો વિશ્ર્વાસ કંપનીના મેનેજીંગ પાર્ટનર રાજેષ જોષીએ અંતમાં જણાવ્યું હતું.
એકઝીબીશનમાં સારો રિસ્પોન્સ મળ્યો: કનુભાઈ મહેતા
કોસ્મોસ વોટર સોલ્યુશનના ડાયરેકટર કનુભાઈ મહેતાએ જણાવ્યું કે તેઓ શરૂઆતથી જ વેપટેગ સાથે જોડાયેલા છે અને વેપટેગ આખા ઈન્ડિયાનું સૌથી મોટુ અને સારું એકઝીબીશન છે અને સૌથી સારો રિસ્પોન્સ પણ મળે છે. તેઓ આ વખતે સીઆરઆઈના ડિસ્ટ્રીબ્યુટર છે અને વોટર ફિલ્ટરને લગતી દરેક પ્રોડકટનું મેન્યુફેકચરીંગ કરે છે. તેઓ ૧૫ વર્ષથી આ બિઝનેસ સાથે જોડાયેલા છે.
તેઓ પાસે દરેક પ્રોડકટ ઉપલબ્ધ છે.તેઓ ૩ વર્ષથી મેન્યુફેકચરીંગ કરે છે અને દરેક રાજયમાં તેઓના પ્રોડયુસર છે. તેઓએ બાંગ્લાદેશ, થાઈલેન્ડમાં એકસ્પોર્ટ પણ ચાલુ કરી દીધું છે. વોટર સોલ્યુશનને લઈને દરેક રાજયમાં અવેરનેસ અને આરઓ એક કોમન વસ્તુ છે.
અમારી કંપનીનો હેતુ પાણી બચાવ: મેહુલ ઠકકર
ફ્રીયાન એન્જીનિયરીંગ પ્રા.લી.ના ડાયરેકટર મેહુલ ઠકકરે અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે વોટર અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ સંબંધિત મશીનરી અને ઈન્સ્ટોલેશન તેમજ સર્વિસ આયાતી અમારી કંપની નવી અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ મશીનરી ઉત્પાદિત કરીએ છીએ. અમારો ગોલ ખાસ કરીને પાણી બચાવ તો પાણી સહુને બચાવશે ઉપર આધારીત છે એમ મેહુલ ઠકકરે અંતમાં જણાવ્યું હતું.
સુધીમાં અત્યાધુનિક મશીન અમારી પાસે ઉપલબ્ધ: અશોક સાકરીયા
યુ.એસ.એ.ની એનાર્જીક કંપનીને ભારતમાં પ્રમોટ કરનારા અશોક સાકરીયાએ ‘અબતક’ સોની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, પાછલા ૨૨ વર્ષી આલ્કલાઈન આયોનાઈઝ વોટરના મશીનો વિશ્ર્વની ખ્યાતનામ વ્યક્તિઓ અને સંખ્યાઓ આ પ્રોડકટ ઉપર ભરોસો મુકતી આવી છે. આ પ્રોકડ રૂપિયા આઠ લાખી શરૂ કરીને પંદર લાખ સુધીની કિંમતનાં ઉચ્ચ ગુણવત્તા અને આધુનિક ટેકનોલોજી ધરાવતા મશીનો બનાવે છે.
૮ થી ૧૧ પીએચનું વોટર અમારી મશીનરી પૂરું પાડે છે જે ભારતીય દ્વારા ધોરણ પ્રમાણે માન્ય ઠરે છે. આરઓપી લેવલ માઈનસ ૧૫૦ થી લઈને ૨૫૦ ઓઆરપી સુધીનું રીઝલ્ટ આપે છે. ઓઆરપી એટલે પાણીમાં રહેલા ઓક્સિઝનની માત્રા કે જે પાણી પીનારને પુરેપુરી મળે છે જે સ્વાસ્ માટે ખાસ જરૂરી મનાય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,