બે દિવસ વાદળછાંયુ વાતાવરણ રહ્યાં બાદ ફરી હવામાન ખુલ્લુ થતા હાપા માર્કેટ યાર્ડ ફરી ધમધમ્યું છે અને મગફળી, અજમા, તલ સહિતની ખેત જણસોની હરાજી શરૂ થતાં ખેડૂતો વેપારીઓ મોટી સંખ્યામાં ખેત જણસ ખરીદવા ઉમટી રહ્યાં છે.

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ખુલતી બજારમાં ૭૬૯ ખેડૂતોએ ભાગ લીધો હતો અને કુલ ૨૧૭૮૪ મણ જુદી જુદી જાણસીની હરાજી હાથ ધરવામાં આવી હતી જેમાં સૌથી વધારે અજમાનો ભાવ ૩૩૫૦ જ્યારે જીરુનો ભાવ રૂ.૨૫૩૦ રહ્યો હતો. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે જુદી જુદી જાણસીઓનું હરરાજીથી વેચાણની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં અજમાનો ભાવ રૂ.૨૨૫૦ થી ૩૩૫૦ રહ્યો હતો જ્યારે જીરુનો ભાવ રૂ.૨૩૫૦ થી ૨૫૩૦ રહ્યો હતો કાળા તલનો ભાવ રૂ.૨૬૫૦ તાલીનો ભાવ રૂ.૧૭૪૦ થી ૨૧૦૦,મગફળી જાડી ૧૦૧૬ મગફળી ઝીણી ૧૨૨૫,મગ ૧૦૦૦ થી ૧૬૭૫, અડદ ૧૧૦૦ થી ૧૪૪૫, મઠ ૮૦૦ થી ૧૧૪૦, મેથી ૫૦૦ થી ૭૬૫, ચણા ૭૫૦ થી ૯૪૧, લસણ ૭૫૦ થી ૧૨૧૦ જ્યારે કપાસનો ભાવ ૯૭૦ થી ૧૧૩૨ રહ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.