- ઓધવરામ પ્રેમીઓ પહોંચ્યા રાજસ્થાનના હનુમાનગઢ
- રાજસ્થાનમાં રહેતા ભાનુશાલી ભાઈઓ ખૂબ ઉત્સાહથી ઉત્સવની કરી ઉજવણી
- સર્વે ભક્તોએ પૂજ્ય ગુરુજીના દર્શન કરી પાદુકા પૂજનનો લીધો લાભ
સમસ્ત ભારતમાંથી ઓધવરામ પ્રેમીઓ રાજસ્થાનના હનુમાનગઢ પહોંચ્યા હતા. ત્યારે સવારે હરિદાસજી, ગંગારામ ભાનુશાલી અને પધારેલ સર્વે ઓધવ પ્રેમીઓનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ રાજસ્થાનમાં રહેતા સર્વે ભાનુશાલી ભાઈઓ પધાર્યા હતા અને પૂજ્ય ગુરુજીના દર્શન કરી પોતાને ધન્ય માન્યો હતો. આ ઉપરાંત સર્વે ભક્તોએ પાદુકા પૂજનનો લાભ લીધો હતો. ત્યારબાદ પછી હરિદ્વારથી દિલ્હી થઈને રાજસ્થાનના ગામડા ગામડા ફરી અને ઓધવ જ્યોત હનુમાનગઢ પધારી હતી. જેનું સ્વાગત કરી સમસ્ત હનુમાનગઢમાં શોભાયાત્રા નીકળી હતી. જેમાં મુંબઈથી સેવા સમાજ ટ્રસ્ટ સાથે કચ્છમાંથી પધારેલ દેશ મહાજનની ટીમ, ઓધવ પ્રેમીઓ, પૂજ્ય સંત હરિદાસજી મહારાજ, ગંગારામભાઈ અને અઢારે વર્ણના ઓધવ પ્રેમીઓએ લાભ લીધો હતો. આ દરમિયાન હરિદાસજી મહારાજે ભાનુશાલી બધા એક છીએ એવો સંદેશો આપ્યો હતો.
રાજસ્થાન બન્યો ઓધવરામમય હનુમાન ગઢ ભક્તિમય ગુરુમય બન્યો સમસ્ત ભારતમાંથી ઓધવરામ પ્રેમીઓ હનુમાનગઢ પહોંચ્યા હતા. આ ઉપરાંત સવારે સંત હરિદાસજી મહારાજનું ભવ્ય સ્વાગત કરી સાથે ગંગારામ ભાનુશાલી અને પધારેલ સર્વે ઓધવ પ્રેમીઓનો હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સવારથી કરી સમસ્ત રાજસ્થાનમાંથી રહેતા સર્વે ભાનુશાલી ભાઈઓ પધાર્યા હતા અને પૂજ્ય ગુરુજીના દર્શન કરી પોતાને ધન્ય માન્યો હતો.
બપોરે 2:00 વાગે પાદુકા પૂજન થઈ સર્વે ભક્તોએ પાદુકા પૂજનનો લાભ લીધો હતો. ત્યારપછી હરિદ્વારથી દિલ્હી થઈને રાજસ્થાનના ગામડા ગામડા ફરી અને ઓધવ જ્યોત પધારી હતી. જેનો સ્વાગત કરી સમસ્ત હનુમાનગઢમાં શોભાયાત્રા નીકળી હતી. જેમાં મુંબઈથી સેવા સમાજ ટ્રસ્ટ સાથે કચ્છમાંથી પધારેલ દેશ મહાજનની ટીમ ઓધવ પ્રેમીઓ સંત હરિદાસ મહારાજ અને મુંબઈથી પધારેલ સર્વેઓ પ્રેમીઓ અઢારે વર્ણના ઓધવ પ્રેમીઓ લાભ લીધો હતો. ત્યારબાદ સંત હરિદાસજી મહારાજ દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત સર્વે મળી આપણે સૌ એક છીએ ભાનુશાલી બધા એક છીએ એવો સંદેશો આપવામાં આવ્યો હતો.
જખૌમાં પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યો હતો. આ ઉત્સવને માણવા માટે રાજસ્થાનના દરેક જિલ્લામાંથી લગભગ 35 મંડળના પ્રતિનિધિઓ પ્રમુખો અને ભક્તજનો પધાર્યા હતા.
સાંજે ઓધવરાશ કરવામાં આવી હતી. આ સાથે સદગુરુ ભગવાન વાલરામનો 99 પ્રાગટ્ય મહોત્સવ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યો હતો. વિશેષ હનુમાનગઢમાં જ્ઞાતિ માટે લીધેલ પ્લોટમાં એક સારો એવો હોલ બને અને ઉપર 10-15 રૂમ બને જેની પ્રાથમિક ચર્ચા કરી પૂજ્ય સંત હરિદાસજી મહારાજ પ્લોટ ઉપર પગલા કર્યા હતા સાથે સર્વે જ્ઞાતિ ઉપસ્થિત રહ્યા હતા અને ઓધવ ભક્તો દ્વારા લગભગ એક કરોડ રૂપિયાનો હોલ માટે એટલે કે ઓધવ ધામ બને તે માટે જાહેરાત કરવામાં આવી હતી સર્વે ઓધવ ધામોના પ્રતિનિધિ ઉપસ્થિત હતા. તો જ્યાં પણ ઓધવ ધામો બને છે ત્યાં બનાવવાની જવાબદારી બની ગયેલા ઓધવ ધામો ની છે માટે રાજસ્થાનમાં પણ હોલ રૂમ અને ઓધવધામ કેમ જલ્દી તૈયાર થાય તે માટે ચર્ચા કરવામાં આવી.
રાજસ્થાનમાં રહેતા ભાનુશાલી ભાઈઓ ખૂબ ઉત્સાહથી આ ઉત્સવની ઉજવણી કરી હતી. તેમજ તેમનું કહેવું હતું વર્ષમાં એકવાર અમારે એ આ ઉત્સવ ઉજવાય એવી માંગણી કરી હતી તો હવે દર વર્ષે રાજસ્થાનમાં અલગ અલગ વસ્તા આપણા ભાનુશાલી ભાઈઓને ત્યાં વર્ષે એક ઉત્સવ ઉજવાશે.
અહેવાલ : રમેશ ભાનુશાલી