ટ્રાફિક સિગ્નલ શરૂ કરાતા વેપારીઓએ વિરોધ કરી દુકાનો બંધ રાખી પોલીસ કમિશનરને કરી રજૂઆત
શહેરના રૈયા રોડ પર આવેલા હનુમાન મઢી ચોકમાં ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકસિગ્નલ શરૂ કરવામાં આવતા વેપારી ઓએ વિરોધ કરી સવારથી દુકાનો બંધ રાખી ટ્રાફિક સિગ્નલના કારણે હનુમાન મઢી ચોકમાં ટ્રાફિક જામ થતો હોવાની ફરિયાદ સાથે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલઅને જેસીપી સિધ્ધાર્થ ખત્રીને રજુઆત કરી છે.
શહેરમાં વિકટ બનેલીટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા પોલીસ દ્વારા સઘન કાર્યવાહી શરૂ કરવામાંઆવી છે તેના ભાગરૂપે રૈયા રોડ પરના હનુમાન મઢી ચોકમાં ટ્રાફિક સિગ્નલ શરૂ કરવામાંઆવતા વેપારીઓમાં ગોકીરો થઇ ગયો છે. ટ્રાફિક સિગ્નલના કારણે હનુમાનમઢી ચોકમાં ટ્રાફિક જામ થતો હોવાની રાવ સાથે વેપારીઓએ ધંધા રોજગાર બંધ કરી પોલીસ કમિશનરકચેરીએ દોડી ગયા હતા.
અને રસ્તા પર વાહનોની લાંબી લાઇનો થતા વેપારીઓને ધંધા ન થતા હોવાનીફરિયાદ કરી તાકીદે ટ્રાફિક સિગ્નલ બંધ કરવાની માગણી કરી છે. એટલુંજ નહી અત્યાર સુધી ટ્રાફિક સિગ્નલ ન હતું તેમ છતાં કયારેક અકસ્માતનો બનાવ બન્યો ન હતોપણ ટ્રાફિક સિગ્નલના કારણે વાહન ચાલકો પણ લાંબો સમય સુધી લાંબી કતારમાં ફસાયેલા રહેતાહોવાનું જણાવ્યું હતું. હનુમાન મઢી ચોકના વેપારીઓની રાવ પોલીસકમિશનર મનોજ અગ્રવાલ અને જેસીપી સિધ્ધાર્થ ખત્રીએ સાંભળી ટ્રાફિક એસીપી જે.કે.ઝાલાને તપાસ કરાવવાની ખાતરી આપી છે.
હનુમાન મઢી ચોકમાંસવારે દસ થી બાર અને સાંજે પાંચથી આઠ વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ ન હતો ત્યારે પણ ટ્રાફિકનિયમન સરળતાથી થતું હોવાની અને વાહન ચાલકો પસાર થઇ જતા હતા પણ આ સમય દરમિયાન ટ્રાફિકસિગ્નલ ચાલુ કરવામાં આવે એટલે થોડી જ વારમાં વાહનોની લાંબી લાઇન થઇ જાય છે.
તેમજ રૈયા રોડ પરથી રાઇટ ટર્ન લઇ મંગલેશ્વર મંદિર તરફ જવું ટ્રાફિક સિગ્નલના કારણે મુશ્કેલ થાય છે. તેમજ વાહનની એટલી મોટી લાઇન થોડી વારમાં જ થઇ જવાના કારણે પાછળ ઉભેલા વાહન ચાલકને બીજી વખત સાઇડ ખુલ્લે ત્યારે તે હનુમાન મઢી ચોકમાંથી પસાર થઇ શકતો હોવાથી વાહન ચાલકો કારણ વિના ટ્રાફિકમાં ફસાયેલા રહેતા હોવાનું વેપારીઓએ આવેદનપત્રમાં જણાવી તાકીદે ટ્રાફિક સિગ્નલ બંધ કરાવવા માગણી કરી છે.�