- પાલ અટલ આશ્રમમાં હનુમાન જયંતિની ઉજવણીને અપાયો આખરી ઓપ
- આશ્રમમાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં ભક્તોમાં અનોખો ઉત્સાહ
- હનુમાનજી મહારાજને 6000 કિલો બુંદીનો એક લાડુનો ભોગ ધરવામાં આવશે
હનુમાન જયંતિ આ શુભ દિવસને હનુમાનજીના જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે. દર વર્ષે હનુમાન જયંતી ચૈત્ર સુદ પુનમના દિવસે ધૂમધામથી ઉજવવામાં આવે છે. દરેક ગામ અને શહેરમાં હુનમાનજીનો જન્મોત્સવ ભક્તિમય વાતાવરણમાં ઉજવવામાં આવે છે. આ દિવસે હમુનાનજીને રાજી કરવા માટે અનેકવિધ આયોજનો કરવામાં આવે છે. તેમજ હનુમાનજી માટે લોકો હનુમાનજીને પ્રસાદી અર્પણ કરતાં હોય છે. ત્યારે સુરતના પાલ અટલ આશ્રમમાં હનુમાન જયંતિ નિમિતે હનુમાનજી મહારાજને 6000 કિલો બુંદીનો એક લાડુનો ભોગ ધરવામાં આવશે. 6000 કિલોનો લાડુ આકર્ષણનું કેન્દ્ર બનશે.
સુરતના પાલ અટલ આશ્રમમાં હનુમાન જયંતિની ઉજવણીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, અટલ આશ્રમમાં હનુમાન મહોત્સવની ઉજવણી કરવામાં ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હનુમાન ભક્તો દ્રારા ખાસ લાડુ બનાવવામાં આવ્યો છે. હનુમાનજી મહારાજને 6000 કિલો બુંદીનો એક લાડુનો ભોગ ધરવામાં આવશે. 6000 કિલોનો લાડુ આકર્ષણનું કેન્દ્ર બનશે.
ગુજરાતના સુરત શહેરમાં હનુમાન જયંતીને લઈને તડામારી તૈયારીઓ ચાલી રહી છે. જેમાં સુરતના પાલ વિસ્તારમાં અટલ આશ્રમ ખાતે હનુમાનજી માટે 6000 કિલોગ્રામનો બુંદીનો લાડુ બનાવામાં આવી રહ્યો છે. હનુમાનજીને લાડુ ભોગ ચડાવ્યા બાદ શ્રદ્ધાળુઓમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.
હનુમાનજી માટે 6 હજાર કિલોનો લાડુ
દેશભરમાં આગામી 12 એપ્રિલ, 2025ના રોજ હનુમાન જયંતી નિમિત્તે ઉજવણી કરવામાં આવશે, ત્યારે ગુજરાતના અનેક શહેરોમાં હનુમાન જયંતી ભવ્ય રીતે મનાવામાં આવશે. આ દરમિયાન રાજ્યના સુરતમાં હનુમાન જયંતીને લઈને તૈયારી કરવામાં આવી રહી છે. અને આજે સુરતના પાલ અટલ આશ્રમમાં હનુમાન જયંતિની ઉજવણીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, અટલ આશ્રમમાં હનુમાન મહોત્સવની ઉજવણી કરવામાં ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ ગઈકાલ બુધવાર (9 એપ્રિલ, 2025)થી 6 હજાર કિલોગ્રામનો લાડુ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે હનુમાન જયંતીના દિવસે લાડુના પ્રસાદનો હનુમાન દાદાને ભોગ ચડાવામાં આવશે અને પછી શ્રદ્ધાળુઓમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત 6000 કિલોનો લાડુ આકર્ષણનું કેન્દ્ર બનશે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય