વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન: તૈયારીઓ પુરજોશમાં
વાંકાનેર-રાજકોટ રોડ પર વેલનાથપરા પાસે આવેલા વાદિલા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. જેની તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે.
વાંકાનેર નજીક વાદીલા હનુમાનજીનું મંદિર આવેલું છે.જે વાંકાનેર પંથકના લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. હનુમાનજી મંદિર નુ નામ વાદીલા હનુમાનજી કેમ રાખ્યુ એની પાછળ નો ઇતિહાસ પણ રસપ્રદ છે.૨૫ વર્ષ પહેલા નાના બાળકોએ રમત રમત માં ત્યાં એક પથ્થર માં કોતરણી કરી હનુમાનજી ની મૂર્તિ બનાવી ને ત્યાં બેસાડી દીધા હતા.બાદમાં ઘણા વાદ-વિવાદ થયા હતા.અંતે અહીં હનુમાનજી નુ ભવ્ય મંદિર બનાવવમાં આવ્યું હતું. ત્યાર થી આ હનુમાનજી નું નામ વાદીલા હનુમાન થી પ્રચલિત છે.
લોકો ની એવી માન્યતા છે કે વાદીલા હનુમાનજી પાસે જે મનોકામના માગો એ મનોકામના હનુમાનજી પુરી કરે છે.
અહીં છેલ્લા ૨૫ વર્ષથી વાઘજીભાઈ ઠાકોર મંદિર માં સેવા આપે છે તેમજ દર વર્ષે વાદીલા હનુમાનજી મિત્ર મંડળ દ્વારા હનુમાન જયંતિ ની ધામ-ધૂમથી ઉજવણી કરવામાં આવે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com