- આજે એટલે કે 12 એપ્રિલ 2025 ના રોજ હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે
- હનુમાનજીને 6 હજાર કિલો બુંદીનો લાડુ ભોગ ધરવામાં આવ્યો હતો
- ભવ્ય અને ભક્તિમય આયોજન હનુમાનજીના ભક્તોમાં એક નવો ઉત્સાહ ભરતો રહ્યો હતો
હનુમાન જયંતિ આ શુભ દિવસને હનુમાનજીના જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે. દર વર્ષે હનુમાન જયંતી ચૈત્ર સુદ પુનમના દિવસે ધૂમધામથી ઉજવવામાં આવે છે. દરેક ગામ અને શહેરમાં હુનમાનજીનો જન્મોત્સવ ભક્તિમય વાતાવરણમાં ઉજવવામાં આવે છે. આ દિવસે હમુનાનજીને રાજી કરવા માટે અનેકવિધ આયોજનો કરવામાં આવે છે. તેમજ હનુમાનજી માટે લોકો હનુમાનજીને પ્રસાદી અર્પણ કરતાં હોય છે. ત્યારે સુરતના પાલ અટલ આશ્રમમાં હનુમાન જયંતિ નિમિતે હનુમાનજી મહારાજને 6000 કિલો બુંદીનો એક લાડુનો ભોગ ધરવામાં આવ્યો છે. આ ઉપરાંત 6 હજાર કિલોનો લાડુ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
દેશ સહિત ગુજરાતભરમાં આજે શનિવાર (12 એપ્રિલ, 2025) હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરતના પાલ વિસ્તારમાં અટલ આશ્રમ ખાતે હનુમાનજી માટે 6 હજાર કિલોગ્રામનો મહાકાય બુંદીનો લાડુ તૈયાર કરવામાં આવ્યો હતો. હનુમાનજીને 6 હજાર કિલો બુંદીનો લાડુ ભોગ ધરવામાં આવ્યો હતો અને હવે તેને દિવસભર ભક્તોને પ્રસાદરૂપે વિતરણ કરવામાં આવશે.
હનુમાનજી માટે 6 હજાર કિલોનો મહાકાય લાડુ
દેશભરમાં આજે 12 એપ્રિલના રોજ હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાતના અનેક શહેરોમાં ભક્તો હનુમાન જયંતી ભવ્ય રીતે મનાવી રહ્યા છે. આ દરમિયાન સુરતના અટલ આશ્રમ ખાતે હનુમાન મંદિરમાં 9 એપ્રિલથી 6 હજાર કિલોગ્રામનો લાડુ તૈયાર કરવામાં આવી રહ્યો હતો, જે આજે શનિવારે હનુમાન જયંતીના દિવસે લાડુના પ્રસાદનો હનુમાન દાદાને ભોગ ચડાવવામાં આવ્યો હતો. જ્યારે હવે દિવસભર શ્રદ્ધાળુઓમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.
સમગ્ર કાર્યક્રમમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યું -6 હજાર કિલોનો બુંદીનો વિશાળ લાડુ રહ્યો હતો. જેને ભગવાન હનુમાનને ભોગ તરીકે અર્પણ કરવામાં આવ્યો હતો. અટલ આશ્રમના મહંતે જણાવ્યુ કે,”હનુમાનજીના નિષ્ઠાપૂર્વક ભક્તિ કરવાથી માનસિક અને શારીરિક બળ મળે છે. આ વિશાળ લાડુ ભક્તોની શ્રદ્ધાનો પ્રતિક છે. ભગવાનને અર્પણ કર્યા પછી તે પ્રસાદરૂપે બધાં સુધી પહોંચે – એજ અમારી ભાવના છે.”
અલગ અલગ કાર્યક્રમો યોજાયો
આ ઉજવણી દરમિયાન પૂજાઓ, સંકીર્તન અને ધાર્મિક પ્રવચનો પણ આયોજિત થયા હતા. બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ઉપરાંત સુરક્ષા અને વ્યવસ્થાના તમામ પાયાં પણ સારી રીતે સુનિશ્ચિત કરવામાં આવ્યા હતાં. આ ભવ્ય અને ભક્તિમય આયોજન હનુમાનજીના ભક્તોમાં એક નવો ઉત્સાહ ભરતો રહ્યો હતો.