કાઠીયાવાડી લેરમાની અદભૂત સફળતાના એક મહિના બાદ મનાલનું નવું નજરાણુ ખાસ અત્યારની જનરેશનને ગમે તેવું વેસ્ટર્ન મ્યુઝિક સાથેની અદભૂત લોકેશન અને આઉટડોર શુટ સાથેની કલયુગનાં હાજરાહજૂર દેવ હનુમાનચાલીશા ૧૩મી નવેમ્બર (ધનતેરસ)ના શુભદિને Manal patel યૂ-ટયુબ ચેનલમાં લોન્ચ થશે.
કાઠીયાવાડી લેરમાં પછી નવરાત્રી પર હેમંત ચૌહાણનો પ્રખ્યાત ગરબો પંખીડા તૂ ઉડી જાજે. ત્યારબાદ દશેરાના દિવસે લક્ષમણનો મેઘનાથ અને કુંભકરણ સાથેનો યુધ્ધનો સંવાદ Manal patelયુ ટયૂબ ચેનલ પર છે, ૧૩ તારીખે આવી રહેલ હનુમાનચાલીસા નો પ્રોજેકટ કાઠીયાવાડી લેરમાં જેવો જ છે. મનાલ ભાવેશભાઈ ટીલારા ૮માં ધોરણમાં શ્રી શ્રી એકેડેમી શાળામાં અભ્યાસ કરે છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને આર્ટ ઓફ લિવિંગ પરિવાર તેમજ મહાકાલેશ્ર્વર મંદિર સેવા સમિતિમાં જોડાયેલ છે.