કમલેશ મિરાણી, લાખાભાઈ સાગઠિયા, અશ્ર્વિન મોલીયા સહિતનાં મહાનુભાવોનાં હસ્તે રોપા વિતરણ
પૂર્વ કોર્પોરેટર અને તાલાલા તાલુકા પંચાયતનાં પૂર્વ વિરોધ પક્ષનાં નેતા રતીભાઈ રામભાઈ બોરીચાની ૬૧મી જન્મતીથી નિમિતે પરિવાર દ્વારા ધનિષ્ઠ વૃક્ષારોપણનાં ભાગરૂપે મવડી રોડ પર ઉપર જયોતિ ક્રેડીટ કો-ઓપ. સોસાયટી લી. પાસે લીમડાનાં વૃક્ષનાં રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. રોપા વિતરણનાં કાર્યક્રમમાં કમલેશભાઈ મીરાણી, લાખાભાઈ સાગઠીયા, અશ્ર્વિનભાઈ મોલીયા, દલસુખભાઈ જાગાણી, રાજુભાઈ બોરીચા તથા વિનુભાઈ બોરીચાનાં હસ્તે રોપા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં મહેમાન તરીકે પ્રવિણભાઈ પાઘડાર, આયદાનભાઈ ખાદા, સંજયભાઈ પીપળીયા, ચેતનભાઈ હીરપરા, હિતેષભાઈ મુંગરા, બાબુભાઈ સોરઠીયા, અમિતભાઈ બોરીચા, વિજયભાઈ બોરીચા, રાજુભાઈ કેસુર, ખોડાભાઈ ચાવડા, પલ્લવીબેન પોપટ, વૈશાલીબેન સોરઠીયા, હેમાલીબેન ભલસોડ, કિશોરભાઈ પરમાર, કનાભાઈ ગમારા વગેરે હાજર રહ્યા હતા. આ ઉપરાંત પરિવાર દ્વારા તેમનાં નિવાસ સ્થાને હનુમાન ચાલીસાનાં પાઠ રાખવામાં આવ્યા હતા અને રતિભાઈ બોરીચાને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
રતીભાઈ બોરીચા રાજકોટ મહાનગર પાલિકામાં સને ૧૯૮૭થી ૧૯૯૨ સુધી કોર્પોરેટર તરીકે ચુંટાયેલ હતા ૧૯૮૮ થી ૧૯૯૨ સુધી રોશની સમિતિનાં ચેરમેન તરીકે રહીને રાજકોટમાં સૌપ્રથમ સેન્ટર લાઈટ અને સુચિત સોસાયટીઓમાં લાઈટીંગનાં કામો કરીને લોક સેવાનાં ક્ષેત્રમાં ખુબ લોકચાહના મેળવી હતી. સને ૨૦૧૦માં તાલાલા તાલુકા પંચાયતમાં ચુંટાઈને વિરોધ પક્ષનાં નેતા તરીકે ખુબ લોકચાહના મેળવી હતી.