જય હનુમાન જ્ઞાન ગુણ સાગર…. નો નાદ ગુંજી ઉઠયો
શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ, સુંદરકાંડના પાઠ, સંતવાણી, સહિતના આયોજનો,હજારો બાળકો બટુક ભોજનનો લાભ લીધો
જય હનુમાન જ્ઞાન ગુણ સાગર… નો નાદ આજે ચૈત્ર સુદ પુનમને હનુમાન જયંંતિના રોજ સૌરાષ્ટ્રની શેરી-ગલીઓમાં ગુંજી ઉઠશે. મહાઆરતી, અન્નકુટ, મહાપ્રસાદ, બટુક ભોજન, શોભાયાત્રા સહીતના ધાર્મિક કાર્યક્રમો આનંદ ઉલ્લાસભેર ઉજવાશે. હનુમાન જયંતિ મહોત્સવ ઉજવવા દરેક ભકતોમાં થનગનાટ મચ્યો છે.
દરેક સેવકો ઘણા દિવસથી અલગ અલગ સેવામાં જોડાયા હતા. હનુમાન જયંતિ ઉજવવા લોકો સ્વયંભુ જોડાઇ કાર્યરત બનતા હોય છે. અને હનુમાન ભકિત કર્યાનો આનંદ મેળવતા હોય છે. ત્યારે આજે સૌરાષ્ટ્રભરના ગામો ગામ હનુમાનજી મહારાજને લોકો પ્રસન્ન કરવા પ્રયાસ કરશે.
હનુમાનજી દાદાના મંદીરોને સુંદર સુશોભન, દાદાની મહાઆરતી, મહાપ્રસાદ, બટુકોને ભોજન, ભવ્ય શોભાયાત્રાનો રાત્રીના સંતવાણી, ભકિત સંઘ્યાના અનેરા આયોજનો થયાં છે.
સૌરાષ્ટ્રના મોટા શહેરો જેમાં ગોંડલ, મોરબી, વાંકાનેર, રાજકોટ, સુરેન્દ્રનગર વગેરે જગ્યાએ દાદાના આકર્ષક ફલોટસ, મનોહર પ્રતિમા સાથે વિવિધ સામાજીક સંદેશાઓ આપતા ફલોટસ સાથેની વિશાળ શોભાયાત્રા રાજમાર્ગો ફરી વળશે. ડી.જે. ના તાલે ભકતો ઝુમી ઉઠશે તો ઘણી સેવાકીય સંસ્થાઓ દ્વારા શરબત- પાણીનું વિતરણ, ધર્મયાત્રાનું સ્વાગત-સન્માન કરવામાં આવશે.
શેરીએ – શેરીએ અને ગલીએ ગલીએ હનુમાનજીની ડેરીએ સાંજે મહાઆરતી અને મહાપ્રસાદ યોજાશે જેનો હજારોની સંખ્યામાં બટુકો તેમજ ભશતો લાભ લેશે.
કરણસિંહજી બાલાજી
રાજકોટના પ્રખ્યાત કરણસિંહજી બાલાજી હનુમાનજીને સુંદર શણગાર કરાયો છે આજે હનુમાન જયંતિના પાવન દિને સવારથી જ ભકતોની દર્શનાર્થે ભીડ જામી છે.
આસ્થાના પ્રતિક સમા રાજકોટનાં સૂર્યમૂખી હનુમાનજી મહારાજની ગત રાત્રીના ૧ર વાગ્યે મહાઆરતી કરવામાં આવી છે. મોડી રાત્રીએ પણ હજારો ભકતો ઉ૫સ્થિત રહ્યા હતા અને આરતી દર્શનનો લાભ લીધો હતો.