વીસ હજાર લોકોની સામે ગીત ગાવા વાળા હનીસિંઘ ચાર-પાંચ લોકોની સામે આવવા માટે પણ ડરવા લાગ્યા હતા. તેનું કારણ હતું બાયપોલર ડિસઑર્ડર.
બાયપોલર ડિસઑર્ડર તણાવનું એક સ્વરૂપ છે. પોતાના પર શંકા, ઉદાસી, ઊંઘમાં તકલીફ, બેકાબૂ થઈ જવું અને લોકોની ભીડથી ડર લાગવો. આ બીમારીનાં કેટલાંક લક્ષણો છે.
વિવેચકોએ જણાવ્યું છે કે હની સિંહની બીમારીનું કારણ ડ્રગ્સનો ઓવરડોઝ છે અથવા તો હનીને સફળતા પચી નથી.
છેલ્લાં લગભગ બે વર્ષોથી હની સિંહ પર આવા જ આરોપ લાગ્યા છે અને હનીસિંઘ ચૂપ રહ્યો છે.ગત વર્ષે હની સિંહે બીબીસી એશિયન નેટવર્કને આપેલા ઇન્ટરવ્યૂમાં ખુલ્લા મને વાત કરી હતી.
હવે ‘દારૂ ચલી હૈ તો દૂર તક જાએગી, દિલ ચોરી સાડા હો ગયા કિ કરીએ.’લગભગ દોઢ વર્ષ સુધી દુનિયાથી દૂર રહેલા હ્રદેશ સિંહ ઉર્ફે યો યો હની સિંહ પોતાના જૂના અંદાજમાં પરત ફર્યા છે.