હળવદમાં આવેદન પત્ર અપાયું
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામની તરુણી એ લગ્ન કરવાની ના પાડતા ધરાર પ્રેમીએ 39 જેટલા ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી આ ઘટના રાજ્યભરમાં ઘેરા પડઘા પડયા છે. હળવદ મામલતદાર કચેરી ખાતે દરેક સમાજના આગેવાનોએ લેખિતમાં રજૂઆત કરી આરોપી સામે દાખલારૂપ કાર્યવાહી કરી ફાંસીના માચડે લટકાવી દેવા માંગ કરી હતી
આજરોજ હળવદ મામલતદાર કચેરી ખાતે હળવદના દરેક સમાજના આગેવાનોએ જેતપુર તાલુકાના જેતલસર ગામે સૃષ્ટિના હત્યારા સામે રોષ વ્યક્ત કરી રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે આ કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં હાથ ધરવામાં આવે અને હત્યારાને કડકમાં કડક સજા થાય,રાજ્ય સરકાર દ્વારા આ કેસમાં સ્પેશિયલ વકીલની નિમણુક કરવામાં આવે તેમ જ આરોપીને જામીન પણ આપવામાં ન આવે અને ફાંસીની સજા ન્યાય પાલિકા પાસે સરકાર દ્વારા રજૂઆત થાય તેવી માંગ કરી હતી આ તકે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા,હળવદ એપીએમસીના ચેરમેન રણછોડભાઈ પટેલ, પટેલ સમાજના અગ્રણી જશુભાઇ પટેલ,તાલુકા ભાજપ પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, વલ્લભભાઈ પટેલ, જીગ્નેશ ભાઈ પટેલ, રવિભાઈ પટેલ,યાજ્ઞિક ભાઈ ગોપાણી, ડોક્ટર જગદીશભાઈ રબારી, ધર્મેન્દ્રભાઈ પટેલજેન્તીભાઈ પારેજીયા,નયનભાઈ પટેલ, હિતેષભાઇ લોરીયા સહિતનાઓ હાજર રહ્યા હતા.