રાજકોટના ઠાકોર માંધાતાસિંહ અને યુવરાજ જયદિપસિંહે બીડું હોમ્યું

નવરાત્રીના નવલા દિવસોમાં જગતજનની રાજરાજેશ્વરી માઁ શકિતની પૂજા અર્ચના અને આરાધના આસ્થાભેર કરવામાં આવે છે. નવરાત્રીનો પર્વ ભકિત દ્વારા શકિત પ્રાપ્ત કરવાનો મહાપર્વ છે. અધર્મ ઉપર ધર્મ અને અસત્ય પર સત્ય અને આસુરી શકિત પર સુરા શકિતના વિજયનો મહાપર્વ હોય, હવનાષ્ટમીના દિને શહેરના પેલેસ રોડ ખાતે આવેલ જાડેજા કુટુંબના કુળદેવી આશાપુરા માઁ ના મંદીર ખાતે હવન યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજકોટના ઠાકોર માંધાતાસિંહજી જાડેજા અને યુવરાજ જયદીપસિંહજી જાડેજા ઓફ રાજકોટ તથા રાજપરિવારના સદસ્યોએ હવનનો ધર્મલાભ લઇ હવન આરતી અને બિડું હોમ્યું હતું.4 57હવનાષ્ટમીના પવિત્ર દિવસે શહેરના ધર્મ-પ્રેમી શકિત ભકતોએ શાસ્ત્રોકત વિધિ- વિધાનથી યોજાયેલ હવનનો લાભ લઇ આનંદની અનુભુતિ પ્રાપ્ત કરી હતી. હવન પ્રસંગે કીર્તીરાજસિંહ જાડેજા રાજપરા, ઇન્દ્રશેખરસિંહ જાડેજા વચલી ઘોડી, દેવતસિંહ જાડેજા ચાંદલી, વિજયસિંહ જાડેજા રાતૈયા, હનુમંતસિંહ ઝાલા દુધરેજ, નિલરાજસિંહ જાડેજા ચાંદલી, યોગરાજસિંહ જાડેજા જાબીડા, રાજદીપસિંહ જાડેજા કાંગશીયાળી,5 36

પ્રદયુમનસિંહ જાડેજા સાંગણવા, છત્રસિંહ જાડેજા વડાળી, વનરાજસિંહ જાડેજા વાવડી, પ્રાદિત્યસિંહ વાળા ઢાંક, હિતેન્દ્રસિંહ વાઘેલા  બકરાણા, ધમેન્દ્રસિંહ જાડેજા ઢોલરા, ગજેન્દ્રસિંહ જાડેજા જાબીડા, શકિતસિંહ જાડેજા વડાળી, સિઘ્ધરાજસિંહ જાડેજા વડીયા અને માઇ ભકતો ઉ૫સ્થિત રહ્યા હતા.6 30શાસ્ત્રોકત વિધિવિધાન થી હવન કાર્ય રાજશાસ્ત્રી ભરતભાઇ ભટ્ટ, યજ્ઞેશભાઇ ભટ્ટ, જયેશભાઇ ભટ્ટ, જીતુભાઇ ભટ્ટ, વિશ્વેષભાઇ ભટ્ટ, મનીષભાઇ જોશી, કીરીટભાઇ ભટ્ટ, પ્રશાંતભાઇ ત્રિવેદી, રાજેશભાઇ પંડયા, પ્રફુલભાઇ જોશી, જયભાઇ ભોગયતા વિગેરેએ પૂર્ણ કરેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.