૩૦ હસ્તકલા કારીગરીનું જીવંત નિદર્શન થશે: ૧૬૦ થી વધુ વિવિધ હસ્તકલાના પ્રદર્શન કમ સ્ટોલ

ભારત સરકારના હેન્ડીક્રાફટ વિભાગ દ્વારા કારીગર પહેચાન પત્ર (ઓળખકાર્ડ) પણ એનાયત કરાશે

સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટ જિલ્લામાં થઈ રહી છે, જેના ભાગરૂપે રાજકોટના શાસ્ત્રી મેદાનમાં તારીખ ૨૫ થી ૩૧ સુધી હસ્તકલા પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૬૦ થી વધુ વિવિધ હસ્તકલાના પ્રદર્શન યોજાશે. તથા ૩૦ હસ્તકલા કારીગરીનું જીવંત નિદર્શન તેમજ હસ્તકલાનો ફેશન શો થશે. જેમાં મોડલની સાથે કારીગર પણ રેમ્પ વોક કરશે. આ પર્વ નિમિત્તે કારીગરોને શ્રેષ્ઠ પ્લેટફોર્મ પ્રાપ્ત થશે. સમગ્ર ગુજરાતની સમૃધ્ધ હસ્તકલાની વિરાસતનું પ્રતિનધિત્વ ગુજરાતમાં ખુણે ખુણેથી આવેલા ૨૫૦ જેટલા કારીગરો કરશે. આ હસ્તાકલા પર્વમાં રાષ્ટ્રી ય એવોર્ડ વિજેતા ૧૦ થી વધુ કારીગરો, રાજય એવોર્ડ વિજેતા ૧૫ થી વધુ કારીગરો અને લુપ્તત થતી જતી કલાના ૧૫થી વધુ કલાકારો ઉપસ્થિતતિ રહેશે.

જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા આ હસ્તકલા પર્વ યાદગાર બની રહે તે માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. અને આ હસ્તકલા પર્વમાં સેલ્ફી ઝોન, ફુડ ઝોન તથા થીમેટીક પેવેલીયન રાખવામાં આવ્યું છે. આમ રાજકોટનું આ હસ્તકલા પર્વ ગુજરાત રાજ્યના હસ્તકલા પર્વના વિકાસ માટે એક મહત્વનું માધ્યમ બની રહેશે.

3

આ હસ્તકલા પર્વમાં સ્થાનિક કારીગર, બાળકોથી લઈ વૃધ્ધોને હસ્તકલાના વિવિધ પ્રકારો, માર્કેટિંગ સહિતના વિવિધ પાસાંઓની જાણકારી મળી રહે તે માટે પ્રતિષ્ઠિત આર્ટીસ્ટ સાથેનો રૂબરૂ સંવાદ ( ટોક શો ) નું પણ આયોજન કર્યું હોવાનું ડેપ્યુટી કલેક્ટર સિધ્ધાર્થસિંહ ગઢવીએ જણાવ્યું છે. હસ્તકલા ક્ષેત્ર સાથે સંકળાયેલા વિવિધ વિષયો પર વર્કશોપ તથા હેન્ડસઓન જેવા કાર્યક્રમો પણ યોજાશે.

આ પર્વમાં હસ્તકલાનું કામ કરતાં કારીગરોને ભારત સરકારના હેન્ડીક્રાફટ વિભાગ દ્વારા કારીગર પહેચાન પત્ર (ઓળખકાર્ડ) એનાયત કરવા માટે એક સ્ટોલ ઉભો કરાયો છે. જેમાં ઘરે બેસીને અથવા કોઈ પણ માધ્યમથી કામ કરનારા તમામ કારીગરોને ઓળખપત્ર અપાશે તેમ ભારત સરકારના હેન્ડીક્રાફટ વિભાગના સહાયક નિયામક રવિવીર ચૌધરીએ જણાવ્યું છે. ભારત સરકાર દ્વારા કલાકારોને અપાતી આર્થિક સહાય, એવોર્ડ, પેન્શાન સ્કી મ વગેરેની માહિતી પણ આ પર્વમાં અપાશે તેમ વધુમાં તેમણે ઉમેર્યુ હતું.

4 13

કારીગરોને એક્સપર્ટ અને વ્યવસાયલક્ષી જાણકારી પણ આપવામાં આવશે. જેથી આ ક્ષેત્રમાં રસ ધરાવનાર લોકોને કારકિર્દી બનાવવા માટેની સુંદર તક પ્રાપ્ત થશે. કારીગરોને વેપાર તથા વાણિજ્યનું મંચ તો પુરૂ પડાશે જ, તે ઉપરાંત સામાન્ય જન સમુદાયમાં હસ્તકલા પ્રત્યે આત્મીયતાની પણ અનુભૂતિ વધશે.

આ હસ્તકલા પર્વમાં દેશના રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અને ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ કારીગરોને રાજ્ય સરકાર દ્વારા વિના મુલ્યે ૭ દિવસ સુધી સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. તેમજ તેઓની રહેવા જમવા સહિતની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવશે. આમ હસ્તકલાના કારીગરો માટે સરકાર દ્વારા ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

7537d2f3 12

ગુજરાત પોતાની સમૃધ્ધ હસ્તકલા માટે જાણીતું છે જેવી કે પટોળા,બાંધણી, બાટીક, વણાટકામ, ચર્મકળા, વાંસકામ, કાષ્ઠકળા, રોગનકળા,તાંગલિયા, ખાદી, માટીકામ, બામ્બુવર્ક,મેટલવર્ક, હેન્ડએમ્બ્રોઈડરી, કઠપુતળી વગેરે માટે સમગ્ર દેશ તથા વિશ્વમાં જાણીતું છે. આ હસ્તકલાઓ વિવિધ સમુદાયની સંસ્કૃતિની વિશેષ ઓળખ કરાવે છે.

ઇન્ડેનકસ્ટ-સીના મેનેજર આર.આર. જાદવ કહે છે કે ગુજરાતની હસ્તહકલાનો વિકાસ તથા પ્રોત્સાળહન માટે એક પ્રેરણાદાયી મંચ હસ્તઓકલા પર્વમાં પૂરું પડાશે. જે બીટુબી(બિઝનેશ ટુ બિઝનેશ) તથા બીટુસી (બિઝનેશ ટુ ક્ધઝ યુમર) પ્રકારના સંવાદ તથા નેટવર્કિંગ માટે પ્રેરણાદાયી વાતાવરણ પૂરું પાડી શકે તેમ છે. આ મેળા દ્વારા કઇ-કઇ કલાની માંગ વધુ છે તે પણ જાણી શકાય છે.

આ હસ્તકલા પર્વમાં રાજ્ય તથા કેન્દ્રે સરકારની વિવિધ કચેરીઓ તથા સંસ્થોઓ જેવી કે ઇન્ડેકિસ્ટ-સી, ડીસી હેન્ડીતક્રાફટ, ગરવી ગુર્જરી, ડીસી હેન્ડમલુમ, ગુજરાત ખાદી ગ્રામોધોગ બોર્ડ, જિલ્લો ઉદ્યોગ કેન્દ્ર , મિશન મંગલમ તથા હસ્તનકલા ક્ષેત્રે સંકળાયેલી બિન સરકારી સંસ્થાીઓ જેવી કે ખમીર, કસબ, સૃજન, કલારક્ષા વગેરે પણ ભાગ લેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.