હોમમેઈડ નાસ્તાઓ, દિવાઓ, મોતીની વસ્તુઓ, તોરણ, જવેલરી, હર્બલ પ્રોડકટસ સહિતની વસ્તુઓનું પ્રદર્શન કમ વેચાણ: સંસ્થા દ્વારા અવેરનેસ સેમીનાર, સેન્ટરી પેડ વિતરણ જેવા સામાજીક-સેવાકીય કાર્યો: ફાઉન્ડેશનના મહિલા આગેવાનો ‘અબતક’ના આંગણે
જસ્વિની ફાઉન્ડેશન દ્વારા મહિલાઓનાં ઉત્કર્ષ માટે હસ્તકલા પ્રદર્શનનું શનિવારે અને આયોજન કરાયું છે. પ્રદર્શનને બહોળો પ્રતિસાદ મળે માટે મહિલા આગેવાનો હેમલબેન દવે, શબાના માકડા, ભાવનાબેન ભટ્ટ, ભાવનાબેન જોષી, સુરભી આચાર્ય અને જીના શાહે ‘અબતક’ની મુલાકાત લીધી હતી.
કંઈક અલગ અને નવું કરવાની નેમ સાથે રચાયેલ ઓજસ્વિની ફાઉન્ડેશન, રાજકોટ દ્વારા ગત હસ્તકલા પ્રદર્શનનાં બહોળા પ્રતિસાદ તેમજ દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈને આગામી શનિવારના રોજ સવારે ૧૦ થી સાંજે છ દરમિયાન આર્ટ ગેલેરી રેસકોર્ષ ખાતે બહેનો દ્વારા આયોજીત હસ્તકલા, પ્રદર્શનનું વેચાણ યોજાનાર છે.
જેમાં વિવિધ વાનગીઓ, હોમમેડ ચુડા, નાસ્તાઓ, હેન્ડીક્રાફટ, રંગોળી, દિવાઓ, મોતીડાની વસ્તુઓ, તોરણ, કુર્તી, લેગિગ્સ, સાડી, વેર્સ્પીકલોથ, રજવાડી પર્સ, ઈમિટેશન જવેલરી, હર્બલ પ્રોડકટસ ચોકલેટસ સહિતની અનેક ચીજ વસ્તુઓનું પ્રદર્શન રાખેલ છે.
આ સાથે ઝુપડપટ્ટીનાં બાળકો, માટેની હેપી સ્કુલ દ્વારા બનાવાયેલી કાપડની થેલીઓ, હેન્ડીક્રાફટની વસ્તુઓ, દિવ્યાંગ બાળકો દ્વારા બનાવાયેલી ચોકલેટસ અન્ય આઈટમો પણ રાખવામાં આવેલી છે.ખાસ આ તબકકે ચક્ષુદાન કેમ્પ યોજાનાર છે. જયારે ચક્ષુદાન માટેના ફોર્મ્સ ભરી શકશે. સિલેકટેડ પુસ્તકોનું વેચાણ સાથે રાખેલ છે.બહેનોમાં રહેલ આવડત, કૌશલ્યને બહાર લાવવાના ભાગરૂપે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
ઓજસ્વિની ફાઉન્ડેશન દ્વારા અનેકવિધ સામાજીક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. જેમાં તાજેતરમાં જાતીય શોષણ પર આધારીત ફિલ્મ ભોગ અને મંદબુધ્ધિના બાળકને ધ્યાનમાં રાખીને બનેલી શોર્ટસ ફિલ્મસનો પ્રીમીયર શો યોજીને સર્ટીફીકેટ, ટ્રોફી આપી સનમ્નીત કરેલ તદઉપરાંત શહેર તથા તાલુકાઓની શાળાઓમાં બાળ યૌન ઉત્પીડત જેવી સંવેદનશીલ સમસ્યાઓની વ્યાપકતા અને ગંભીર પરિણામો અંગે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વિસ્તૃત માહિતી આપતા સેમીનારો, સેન્ટરીપેડ વિતરણ, મેચ્યોરીટી અવેરનેસ સેમીનાર જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
સતત નવી પ્રવૃત્તિઓ અને સંવેદના સભર કાર્યક્રમો યોજવા સંસ્થાના વડા હેમલ મૌલેશ દવે તત્પર રહે છે. વધુ વિગતો માટે સંસ્થાના કાર્યાલય ઓફીસ નં. ૪૨૦ નક્ષત્ર બાપા સીતારામ ચોક રૈયા રોડ મો. ૮૭૮૦૭૧૩૧૫૦ પર સંપર્ક સાધવા જણાવાયું છે.