છગનભાઈ વિરાણી બહેરા મુંગા શાળામાં આભારવિધી સમારોહ યોજાયો
જરૂરીયાતમંદ લોકોને મદદ કરવા હંમેશા તત્પર રહીશ: કનકસિંહ ઝાલા
હાલ બધા જ લોકો પોતાના કામમાં વ્યસ્ત રહેતા હોય છે. બધા જ લોકો પોતાની મર્યાદાઓ બાંધી દે છે અને તેની બહાર જોવાનો પ્રયત્ન જ નથી કરતા જેથી તેઓ કંઈ નવું કરવાનું વિચાર જ નથી કરી શકાય ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે બાળકોને દિવ્યાંગ કહીને બોલાવ્યા હતા તેમણે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો જે ખૂબજ મહત્વની બાબત છે.
તેના અનુસંધાને તા.૬ જુલાઈના રોજ છગનભાઈ વિરાણી બહેરા મુંગા શાળામાં આભારવિધી તથા જે લોકોનો ફાળો આ વર્લ્ડ રેકોર્ડમાં હતો તેમનું આભાર અને આ રેકોર્ડમાં મહત્વની ભૂમિકા ભજવતા સમાજ કલ્યાણ સમિતિનાં કનકસિંહ ઝાલાનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ આ તકે શાળાના પ્રમુખ રજનીભાઈ, લાવીસી, ઉપપ્રમુખ, શિક્ષકો, વિદ્યાર્થીઓ, પ્રિન્સીપાલ કશ્યપભાઈ પંચોલી તથા કનકસિંહ ઝાલા હાજર રહ્યા હતા.
આ અવસરે શાળાના પ્રમુખ રજનીભાઈ બાવીસીએ જણાવ્યું હતુ કે આજ દિવસ જે ગેટ ગેધર રાખવામાં આવ્યું હતુ તેનું કારણ એ છે કે અગાઉ દિવ્યાંગો દ્વારા જે વર્લ્ડ રેકોર્ડ બનાવામાં આવ્યો હતો તેને પ્રોત્સાહન તથા સન્માન કરવા માટે રાખવામાં આવ્યું હતુ.
વિરાણી બહેરા મુંગા શાળાના આચાર્ય કશ્યપભાઈ પંચોલીએ જણાવ્યું હતુ કે તા.૨૮ જૂનના રોજ અમારી શાળાને બહુ જ મોટી જવાબદારી અપવામાં આવી હતી જે વર્લ્ડ રેકોર્ડ નો હતો તે સફળ રીતે પૂર્ણ થયું હતું અને તેમાં શાળાના બધા જ લોકોનો ફાળો હતો. તથા કનકસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ આ કાર્ય પૂર્ણ થયું હતું તો આજ દિવસ અમે આભાર વિધિ માટે અહીંયા ઉ૫સ્થિત થયા છીએ.
ત્યારબાદ કનકસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે હું પૂર્વ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી કહીશ કેમ કે હું તા. ૩૦ જુનના રોજ નિવૃત થઇ ગયો છું. ત્યારબાદ નિવૃત થયા બાદ આગળના દિવસોમાં શું કરવાનો વિચાર છે તેમ પુછતાં તેમણે જણાવ્યું હતું કે હવે આગળના દિવસોમાં હું જ‚રીયાત મંદ લોકોને મદદ કરવામાં મારું જીવન ગાળવા માગું છું. ત્યારબાદ તેમના જીવનની કોઇ હ્રદયસ્પર્શી ઘટના બાબતે પુછતાં તેમણે જણાવ્યું હતું કે આમ તો ઘણી બધી ઘટનાઓ છે પણ એક વાર એક ચાર વર્ષની બાળકીને તેની અધર માં એતેને દઝાડી દીધી હતી અને તે બાબતની જાણ અમને કરવામાં આવી હતી અને પહોચ્યા ત્યારે એ બાળકીની સ્થિતિ ખુબ જ દયનીય હતી તેની ચામડી સાવ દાઝીને ઉતરી રહી હતી પરંતુ તેને તરત જ હોસ્પિટલ ખેસડી તેને બચાવી લેવાઇ અને હાલ એ બાળકી ૧૩ વર્ષની છે તથા તેનું જીવન ગાળી રહી છે.
ત્યારબાદ આ શાળામાં અભ્યાસ કરતી દિવ્યાંગ વર્ષા કે જે ધો.૧૦ માં અભ્યાસ કરતી વર્ષા ને ગુ‚પૂર્ણીમાના સંદર્ભે પુછતા તેણે અલગ જ સંજ્ઞાની ભાષામાં જણાવ્યું હતું કે હું સૌ પ્રથમ તો મારા બધા જ શિક્ષકોનો આભાર માનીસ કે જેમણે મને ખુબ જ મદદ કરી છે અને હું બોર્ડની પરીક્ષામાં સાર માર્કસ મેળવીશ તે જ મારા ગુ‚ઓને મારી ભેટ હશે.