સેન્ટોસા હોટેલમાં ચાલી રહેલા એક્ઝિબિશનમાં પરંપરાગત બંધેજ અને પટોળાની વિશાળ રેન્જ
રાજકોટની ફેશનપ્રિય જનતા માટે અવાર નવાર રાજકોટ ખાતે વિવિધ પ્રકારના ફેશન ગાર્મેન્ટસને લઈને એક્ઝિબીશન થતાં હોય છે. આજના મોર્ડન યુગમાં મહિલાઓ હજુ પણ વિવિધ પ્રસંગોએ બાંધણી સાડી તેમજ અવનવા પટોળા પહેરવાનું પસંદ કરી રહી છે, ત્યારે રાજકોટમાં યાજ્ઞિક રોડ પર આવેલ સેન્ટોસા હોટલ ખાતે રાજકોટના રાજશ્રૃંગાર દ્વારા બાંધણી પટોળાના એક્ઝિબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યાં છે. અહીં બાંધણી તેમજ પટોળાની વાઈડેસ્ટ રેન્જ મળી રહે છે. આ ઉપરાંત એક્ઝિબીશનમાં ડિસ્કાઉન્ટ ઓફર પણ રાખવામાં આવી છે. જેનો લોકો લાભ લઈ રહ્યાં છે.
આ તકે એક્ઝિબીશનના ઓર્ગેનાઈઝર વિમલભાઈ મજેઠિયાએ જણાવ્યું હતું કે, અમે રાજકોટ ઉપરાંત અમદાવાદ, બરોડા, સુરત તેમજ મુંબઈ સુધી આ પ્રકારના એક્ઝિબીશન કરીએ છીએ. જેમાં અમને લોકોનો ખૂબ જ સારો રીસ્પોન્સ મળી રહ્યો છે. આ ઉપરાંત બાંધણી સાડી તેમજ પટોળા વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે, અમારી પાસે હાથ-વણાટની બાંધણી સાડીઓ તેમજ પટોળા છે. જેનું મેન્યુફેકચરીંગ અમે પોતે કરીએ છીએ.
અમારી પાસે નવ હજારથી શરૂ કરી દોઢ લાખ સુધીની રેન્જમાં સાડીઓ છે, જેનો રાજકોટની જનતા આ એક્ઝિબીશનમાં વધુને વધુ લાભ લે તેવી અપીલ છે.