૭ વર્ષ બાદ ખેત ઓજારોમાં ૩૦% ભાવ વધારો થતાં ખેડૂતોના હાલ બેહાલ
ઇતિહાસના પાનામાં ૨૩ ડિસેમ્બર નો સંબંધ અનેક ઉતાર-ચડાવ સાથે છે, પરંતુ ભારતમાં આ દિવસ રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ જ દિવસે ભારતના પાંચમા પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહ નો જન્મ થયો હતો. પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહ એ તેમના કાર્યકાળ દરમિયાન ખેડૂતો માટે અનેકવિધ યોજનાઓ લાવી ખેડૂતલક્ષી અનેક કાર્યો કર્યા છે. ભારત સરકારે વર્ષ ૨૦૦૧માં પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહ ના સન્માન માટે ૨૩ ડિસેમ્બર નો દિવસ રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે મનાવવામાં નિર્ણય કર્યો. લોકડાઉન દરમ્યાન લોકોને અનેકવિધ મુશ્કેલીઓ પડી છે ત્યારે ભારતનો ખેડૂત ખેતી થકી આવક મેળવી સમૃદ્ધ બન્યો છે. ખેતી માટે વપરાતા ઓજારો નો ઉપયોગ ખેડૂત માટે અતિ મહત્વનો હોય છે ત્યારે પોતાની રોજીરોટી માટે ખેતી કરવા વપરાતા ઓજાર રોજ ખેડૂતોને માથાનો દુખાવો રૂપ અત્યારે બની રહ્યા છે. ખેડૂતો માટે વપરાતા ઓજારો એટલે કે ટ્રેક્ટર ના ટ્રેઇલર ,દાંતી ,કલ્ટીવેટર રાપ,પાચિયું,રોટોવેટર, ઓરણી દાંતી કોષવાળી ,દાંતી ફાડવાવાળી ,પાવડો સહિતના ઓજારો માં ૩૦ ટકા જેટલો ભાવ વધતા ખેડૂતોને ઓજારો ખરીદવા મુશ્કેલ બન્યા છે. છેલ્લા સાત વર્ષ બાદ એટલે કે આ વર્ષની દિવાળી બાદ લોખંડમાં ૧૦થી ૧૫નો વધારો થયો છે એટલે કે લોખંડ નો ભાવ જુદી-જુદી કેટેગરીમાં રૂપિયા ૬૦ થી ૭૦ કિલો થયો છે. સમગ્ર સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો ઉપલેટા પોરબંદરમાં ફોરવીલ ટ્રેઇલર નો ઉપયોગ વધુ થાય છે ત્યારે સૌરાષ્ટ્રમાં ટુવીલ ટ્રેલર નો ઉપયોગ વધુ થાય છે સરકાર ટ્રેક્ટરના ખેત ઓજારો માં સબસીડી નથી આપતી માટે ટ્રેઇલર ના ઓજારો માં સબસિડી આપવા માટે સરકારને રજૂઆત કરવામાં આવશે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે.
દરરોજ જમતી વખતે એક વખત ખેડુતને યાદ કરવો જોઈ: મીરલ સોજીત્રા
અબતક સાથેની વાતચિત દરમિયાન કિશાન સેલ્સ એજન્સીના મીરલ સોજીત્રાએ જણાવ્યું હતુકે અમે ઘણા વર્ષોથી ખેત ઓજારો બનાવીએ છીએ જેમાં ટ્રેલર, જેમાં ટુ વ્હીલર, ૪ વ્હીલર, દાતીફાળવાવાળી દાંતી કોષવાળી,રરાપ, રેવલ, પંચીયુ, હળ વગેરે બનાવીએ છીએ આ વર્ષે ધંધામાં થોડો ઘણો ફરક પડેલ છે. સૌરાષ્ટ્રમાં ખેડુતો સૌથી વધુ કોપવાળી દાંત, પંચીયુ રાપનો વધુ ઉપયોગ કરતા હોય છે. આ વર્ષે લોખંડના ભાવમાં વધારો થવાના કારણે ઓજારોના ભાવ વધ્યા છે. આજે ખેડુત કિશાન દિવસ છે. ત્યારે હું બધાને એટલું જ કહેવા માંગીશ કે આપણે જમતી વખતે ખેડુતોને યાદ કરવા જોઈએ અને સુતી વખતે આર્મીમેનને યાદ કરવા જરૂરી કિશાન અન્ન ઉગાડે છે ત્યારે આપણે અન્ન ખાઈ શકીએ છીએ આપણે તેના આભારી છીએ. સરકારે ખેડુતોને વધુમાં વધુ સહાય આપવી જોઈએ જેથીતેઓ સારી રીતે ખેતી કરી વધુમાં વધુ ઉપજ મેળવી શકે.
ખેડુતોને ટ્રેઈલર-ટ્રેકટરમાં પણ સબસીડી મળવી જોઈએ: ભયલુભાઈ જરીયા
અબતક સાથેની વાતચીત દરમિયાન ખેડુત એગ્રોફેર્બ્સના માલીક ભયલુભાઈ જરીયાએ જણાવ્યુ હતુ કે અમારો ધંધો ખેડુતલક્ષી છે અમે ઘણા સમયથી ખેત ઓજારો બનાવીએ છીએ અમે ટ્રેલર બનાવીએ છીએ આ વર્ષ ખેડુતોને ઘણી નુકશાની થઈ છે. હમણા ખેત ઓજારોનાં ભાવ ખૂબજ ઉંચા ગયા છે. કારણ કે લોખંડનો ભાવ વધ્યો છે. ખેત ઓજારોમાં રોટોવેટર, વાવવાની ઓરણી, પાવડો, પંચીયું વગેરેનો ઉપયોગ થતો હોય છે. હાલ દરેક પ્રોડકટમાં ૨૫ ટકાનો વધારો થયો. જેના કારણે ખેડુતો ખરીદી કરી શકતા નથી. અને વેપારીઓવેચી શકતા નથી. ટ્રેલરનો ઉપયોગ ખેડુતો માટે વધુ ઉપયોગી છે. અમે ૨૫ વર્ષથી ખેડુતો સાથે સંકળાયેલા છીએ આજે ખેડુત દિવસ છે. ત્યારે એટલું જ કહીશ કે ટ્રેઈલરમાં સબસીડી આપવામાં આવે તો ખેડુતોને ઘણી રાહત થાય.
સરકાર તરફથી ખેડુતને વધુમાં વધુ પ્રોત્સાહન મળવું જોઈએ: મનીષભાઈ ઝાલાવડિયા
અબતક સાથેની વાતચિત દરમિયાન જગતાત ટ્રેઈલરના માલીક મનીષભાઈ ઝાલાવડીયાએ જણાવ્યું હતુ કે આપણો ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે. અને અમે ઘણા વર્ષોથી ખેતીલક્ષી ઓજારોનું મેન્યુફેકચરીંગ કરીએ છીએ જેમાં ટ્રેકટર, ટ્રેઈલર, ટુ વ્હીલર, થ્રી વ્હીલર, દાંતી, કલટીવેટર, રાપ, પાંચીયું, રોટોવેટર, મીનીટ્રેકટરને લગતા તમામ ઓજારો બનાવીએ છીએ હાલ લોખંડના ભાવમાં વધારો થયો હોવાથી તમામ ઓજારોના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ટ્રેઈલર-મીનીટ્રેકટરનો હાલનો ભાવ ૭૫ હજાર રૂપીયા છે.
જયારે દાંતી, રાપ જેવા નાના ઓજારો રૂપીયા દસ હજારમાં હાલ મળે છે. સરકાર તરફથી ટ્રેલર કે ટ્રેકટરની ખરીદી પર સબસીડી આપતા નથી. જયારે બીજા ખેત ઓજારો જેમાં રોટોવર, ઓરણી જેવા ઓજારોમાં સરકાર તરફથી ખેડુતોને સબસીડી આપવામાં આવે છે. આજ કિશાન દિવસ છે હું પણ ખેડુતનો દિકરો છું ત્યારે ખેડુતને વધુમાં વધુ સરકાર તરફથી પ્રોત્સાહન મળે અને આધુનિક સાધનો આધુનિક ઢબે ખેતી કરી વધુમાં વધુ આવક મેળવે તેવી આશા છે. ખેડુત છે તો આપણે છીએ.