Abtak Media Google News
  • એક મહિનામાં જ ગુજરાત પ્રદેશ ભાજપને મળશે નવા પ્રમુખ: જ્ઞાતિ – જાતિના સમીકરણોને સાઇડમાં મૂકી લાયકને સંગઠનની જવાબદારી સોંપવા કાર્યકરો – આગેવાનોની લાગણી

ગુજરાત પ્રદેશ ભાજપનો આગામી એક મહિનામાં નવા પ્રદેશ પ્રમુખ મળી જશે તે વાત નિશ્ર્ચીત બની જવા પામી છે. જ્ઞાતિ જાતિના સમીકરણોના વાડા તોડી ભાજપ પક્ષના સિનીયર અને લાયક નેતાને સંગઠનનું સુકાન સોંપે તેવી કાર્યકરો અને આગેવાનોની લાગણી છે. કેન્દ્રમાં રવિવારે નવી સરકારની શપથ વિધી બાદ ગુજરાત સહિતના રાજયોમાં ભાજપ સરકાર અને સંગઠનમાં ઘરમુળથી ફેરફાર કરવાની ઝુંબેશ ઉપાડશે.

ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલની મુદત ગત વર્ષે જ પૂર્ણ થઇ જવા પામી છે.

લોકસભાની ચુંટણીને ઘ્યાનમાં રાખી તેઓ પ્રમુખ તરીકે ચાલુ રાખવામાં આવ્યા હતા. પાટીલ સતત ત્રીજી વખત સાંસદ તરીકે ચુંટાયા હોય તેઓનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવે તેવી અટકળો ચાલી રહી છે.  આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ ઉપરાંત સંગઠન મહામંત્રી રત્નાકરજી દિલ્હીમાં છે. સાંજે તેઓ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડાને મળશે. જુલાઇ માસના આરંભે જ ગુજરાત પ્રદેશ ભાજપને નવા પ્રમુખ મળી જશે તે નિશ્ર્ચીત માનવામાં આવી રહ્યું છે.

જ્ઞાતિ-જાતિના સમીકરણોને ઘ્યાનમાં રાખી સંગઠનનું સુકાન સોંપવાના બદલે જે ખરેખર પક્ષને બુથ લેવલથી મજબુત કરવાની લાયકાત અને આવડત ધરાવે છે. તેવી વ્યકિતને સંગઠનની જવાબદારી સોંપવામાં આવે તેવી કાર્યકરો અને આગેવાનોની લાગણી છે. દિવાળી સુધીમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને ગ્રામ પંચાયતની ચુંટણી યોજાવાની છે.

ત્યારે પ્રદેશ પ્રમુખ તરીકે અનુભવી સિનીયર નેતા બેસાડવામાં આવે તે ખુબ જ જરુરી છે. છેલ્લા દશ વર્ષથી રાજયમાં લોકસભાની તમામ ર6 બેઠકો જીતતુ ભાજપ આ વખતે રપ બેઠકો પર જ વિજય બન્યું છે. પરિણામથી ભાજપના નેતાઓ સ્તબ્ધ છે. હવે કાર્યકરો તથા આગેવાનોની લાગણીને માન આપવામાં આવે તેવું લાગી રહ્યું છે.

પક્ષમાં હાલ સાઇડલાઇન થઇ ગયેલા સંનિષ્ઠ સિનિયરોને સંગઠનનું સુકાન સોંપવામાં આવે તેવું કાર્યકરો ઇચ્છી રહ્યા છે. ગુજરાતમાં નવા સંગઠન માળખાની રચના કરવાની કામગીરી હાથ પર લેવામાં આવશે.

આચાર સંહિતા પુરી: આજથી વિકાસ કામોનો ધમધમાટ 80 દિવસ સુધી અમલમાં રહી આચાર સંહિતા: સરકારી વિભાગોમાં ધમધમાટ

લોકસભાની ચુંટણીના કારણે ગુજરાત સહિત સમગ્ર દેશમાં છેલ્લા 80 દિવસથી લાગુ આદર્શ આચાર સંહિતા ગઇકાલ સાંજથી ઉઠાવી લેવામાં આવી છે. આજથી ફરીવિકાસ કામોમાં ધમધમાટ શરુ થશે સરકારી વિભાગો ધમધમતા થશે.લોકસભાની ચુંટણીની તારીખનું એલાન ગત 19મી માર્ચના રોજ કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા કરવામાં આવી હતી. ત્યારથી દેશભરમાં આચારસંહિતા લાગુ પડી હતી. વિકાસ કામો પર આડકતરી બ્રેક લાગી જવા પામી હતી અગાઉ મંજુર થયેલા વિકાસ કામો કે પ્રોજેકટ કે જેનું કામ શરુ થઇ ગયું હોય તેવા કામો જ ચાલતા હતા નવા કોઇ કામ શરુ થઇ શકયા ન હતા.

છેલ્લા 80 દિવસથી સરકારી વિભાગો સૃશ્રપ્ત અવસ્થામાં છે. દરમિયાન ગુરુવારે સાંજે સમગ્ર ચુંટણી પ્રક્રિયા પૂર્ણ થયાની સત્તાવાર ઘોષણા થતાની સાથે જ આચાર સહિતા પણ ઉઠાવી લેવામાં આવી હતી. આજથી તમામ સરકારી વિભાગોમાં ધમધમાટ શરુ થઇ ગયો છે. સ્થાનીક સ્વરાજયની સંસ્થાઓના પદાધિકારીઓ, બોર્ડ નિગમના ચેરમેન વાઇસ ચેરમેન, રાજય સરકારના મંત્રી મંડળના સભ્યોને સરકારી ગાડી આપી દેવામાં આવી છે. હવે જનહિતકારી કે નીતી વિષયક નિર્ણયો પણ લઇ શકાશે. ગુજરાતમાં સતત 7મી મેના રોજ લોકસભાની સુરત સિવાયની અન્ય રપ બેઠકો માટે મતદાન સંપન્ન થઇ ગયું હતું. મતદાનના એક મહિના બાર આચાર સંહિતા ઉઠી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.