પ્રાકૃતિક કૃષિ અપનાવી નેશનલ ફુડ હિરો ઓફ ઈન્ડીયા પુરસ્કારથી સન્માનિત ઝાલાવાડનો પ્રગતિશીલ ખેડુત: પ્રતિ વર્ષે 600 મણથી વધુ મુલ્યવર્ધક લીંબુનું ઉત્પાદન અને 5.50 લાખથી વધુ આવક મેળવી
અબતક, શબનમ ચૌહાણ,સુરેન્દ્રનગરfa
ગુજરાતના ખેડૂતો સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ આજે વ્યાપક પ્રમાણમાં પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કરી રહ્યાં છે અને અન્ય રાસાયણિક પદ્ધતિની ખેતી કરતા વધુ ઉત્પાદનની સાથે વધુ ભાવ પણ મેળવી રહ્યાં છે.
કોરોના વાયરસના પ્રકોપ સામે રોગપ્રતિકારક શક્તિનું મહત્વ સમજાયું છે, ત્યારે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ વિનાના ખોરાકનુ મહત્વ વધ્યું છે. મનુષ્ય સ્વાસ્થ્યની સુરક્ષા માટે કૃષિ ક્ષેત્રે ફરી કુદરતના ખોળે જવાની જરૂરીયાત ઉભી થઈ છે અને આ સમયગાળામાં આ માટે પ્રાકૃતિક ખેતીએ સહુથી ઉત્તમ વિકલ્પ છે. તેવામાં જગતના તાત હવે કૃત્રિમ રાસાયણિક ખાતર અને દવાઓની ઉપયોગીતામાંથી બહાર આવી પ્રાકૃતિક ઢબે ખેતી અપનાવી પાકોના વાવેતર થકી મબલખ ઉત્પાદન અને આવક મેળવી રહ્યા છે. આ ખેડુત પૈકીના એક પ્રગતિશીલ ખેડુત ગૌત્તમગઢના હમીરસિંહ પરમાર.
ઝાલાવાડના લીંબડી અને ચૂડા તાલુકાના વિસ્તારોમાં પ્રાકૃતિક ખેતી માટે પ્રયત્નો કરતા બિહારના અભિત્તાપસિંહ સાથે હમીરસિંહભાઈની 12 વર્ષ પહેલા મુલાકાત થઈ અને તે મુલાકાત બાદ તેમને પ્રાકૃતિક ઢબે ખેતી કરવાની પ્રેરણા મળી.
પ્રાકૃતિક ખેતીના તેમના 12 વર્ષના અનુભવોની ગાથા વર્ણવતાં હમીરસિંહભાઈ કહે છે કે, મારી પાસે રહેલી 3 એકર જમીનમાં આજથી 26 વર્ષ પહેલા મે લીંબુનો એક છોડ રૂપિયા 3 લેખે ખરીદી કુલ 220 લીંબુના છોડનું વાવેતર કર્યું હતું.
લીંબુના છોડના વાવેતર બાદના હમીરસિંહભાઈએ વર્ષ 2008 થી પ્રાકૃતિક ખેતીની પધ્ધતિ અપનાવી છોડની માવજત કરી હતી, જેનું પરિણામ તેમને પ્રથમ વર્ષે જ મળવાનું શરૂ થયું હતું. લીંબુના ઉત્પાદન અંગે વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, મને પ્રાકૃતિક ખેતી પધ્ધતિ અપનાવ્યાના કુલ 12 વર્ષ થયા છે, પ્રાકૃતિક ખેતી થકી પ્રથમ વર્ષથી જ હું 600 થી 700 મણ જેટલા મૂલ્યવર્ધક લીંબુંનું ઉત્પાદન કરી વાર્ષિક રૂપિયા 5.50 લાખ જેટલી નિશ્ચિત આવક મેળવું છું અને અત્યાર સુધીમાં મે લીંબુના ઉત્પાદન થકી કુલ 65 લાખથી વધુની આવક મેળવી છે. આમ, નહિવત ખર્ચે બમણી આવક મેળવવા માટે હું ઈન્દોરી પધ્ધતિ દ્વારા વાર્ષિક 60,000 કિલોગ્રામ જેટલું સેન્દ્રીય ખાતરનું ઉત્પાદન કરું છું, જે પૈકીના 10,000 કિલોગ્રામ ખાતરનો હું મારી ખેત પેદાશ માટે ઉપયોગ કરુ છુ, જ્યારે બાકીના 50,000 કિલોગ્રામ ખાતરને મારા ભાવે વેચાણ કરી આવક મેળવું છું. નિશ્ચિત સમયે ગૌમૂત્ર, લીમડાના પાન, છાસ અને આકડાના મિશ્રણના સેન્દ્રીય ખાતરના મીની પ્લાન્ટ થકી તૈયાર થતાં જંતુનાશક દ્રાવણનો છંટકાવ કરી પાકને રોગનો ભોગ બનતો અટકાવીએ છીએ. જેના પરિણામે મહેનત અને ખેડૂતને ખર્ચ ઓછો થાય છે, જ્યારે દવાનો ખર્ચ પણ થતો નથી.
કુષિના આ મોડેલમાં અમે બજારમાંથી કંઈ પણ ખરીદતા નથી અને પાડોશી જે ઉત્પાદન કરે છે તેના કરતા ઓછું ઉત્પાદન પણ લેતા નથી. આ તમામ ઉત્પાદન અને તેમાંથી બનાવેલ અથાણાનો અમે ફેમિલી ફાર્મ દ્વારા પ્રતિ કિલો દીઠ રૂપિયા 350ની કિંમતે નિશ્ચિત ગ્રાહકોમાં હોમ ડીલેવરી કરી વેચાણ કરીએ છીએ.
મિત્રો ખોટનો ધંધો કહેવાતી આ ખેતીને પ્રાકૃતિક પધ્ધતિ થકી નફામાં પરિવર્તન કરવાના ઉદ્દેશ સાથે હમીરસિંહભાઈએ પ્રાકૃતિક ખેતીના જ્ઞાન માટે ભારતના 6 રાજ્યોનો પ્રવાસ પણ કર્યો છે. પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને લોકો પ્રાકૃતિક ખેતીની દિશામાં આગળ વધે તે માટે તેમને પોતાના ફાર્મ પર અત્યાર સુધીમાં સ્વખર્ચે કુલ 26 જેટલી શિબિરનું આયોજન પણ કરેલું છે, અને અત્યાર સુધીમાં 6,000થી વધુ લોકોએ તેમના ફાર્મની મુલાકાત પણ લીધેલી છે. જેના પરિણામે તેમનામાંથી પ્રેરણા મેળવી 5 ખેડુતોએ ઓર્ગેનિક ફાર્મ અને 10 ખેડુતો લીંબુના બગીચા કરી પ્રાકૃતિક ખેતી કરતા થયા છે.
હમીરસિંહભાઈને વર્ષ 2013માં તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ ખેડુત એવોર્ડ, વર્ષ 2014માં જિલ્લાકક્ષાના શ્રેષ્ઠ ખેડુત, વર્ષ 2015-16માં સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર, રાજ્યના શ્રેષ્ઠ ખેડૂતનો પુરસ્કાર અને અનેકવિધ સંસ્થાઓ દ્વારા ધરતી પુત્ર પુરસ્કાર, કિસાન સન્માન પુરસ્કાર તથા વર્ષ 2021માં સરદાર સ્મૃતિ રજતજયંતિ પુરસ્કાર તથા સેન્ટ્રલ ફોરેસ્ટી એન્ડ ફુડ સેફ્ટી – નવી દિલ્લી દ્વારા નેશનલ ફુડ હિરો ઓફ ઈન્ડીયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ છે. મહત્વનું છે કે આગામી 20 ફેબ્રુઆરી-2022ના રોજ લખનૌ ખાતે યોજનાર ધરતી મિત્ર પુરસ્કાર સન્માન સમારોહમાં પણ તેમનું નામ નોમિનેટ કરવામાં આવ્યું છે. ત્યારે પ્રાકૃતિક ખેતી કરી શ…