માત્ર 12 વર્ષની વયે હેમ રેડીયોની પરીક્ષા ખાસ પાસ કરેલ સાક્ષી વાગડીયા

વિશ્વમાં ઘટેલી અનેક આપદાઓ અને યુધ્ધોમાં હેમ રેડીયોની સેવા નોંધપાત્ર બની રહી છે. ભારતમાં પણ હેમ રેડીયો સ્ટેશનો ઓપરેટ કરતા અનેક સાહસિકો છે. એક દોઢ દાયકા પહેલા જ્યારે ભયાનક સુનામી ત્રાટક્યું હતું. ત્યારે સમગ્ર દેશની હેમ કોમ્યુનિટી ભારે મદદરૂપ બની હતી. ગુજરાતથી પણ એક ટીમ ગઇ હતી. ઉત્તરાખંડમાં જળપ્રલય આવ્યો ત્યારે પણ રાજકોટ ગુજરાતમાંથી ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમના ભાગરૂપે હેમ રેડિયો ઓપરેટરોની મદદ લેવાઇ હતી. હાલના સમયમાં હેમ રેડીયેા સ્ટેશન ચલાવવા યુવાઘનમાં અનેરૂં આકર્ષણ છે.

86c

રાજકોટમાં આ હોબી પ્રચલિત બનતા હેમ ઓપરેટરોની સંખ્યામાં વધારો થયો છે. ગુજરાતની સૌથી નાની 12 વર્ષની વયે આ માટેની પરીક્ષા પાસ કરનાર સાક્ષી વાગડિયા પણ રાજકોટની જ છે કહેવાય છે ને કે મોરના ઇંડાને ચિતરવા ન પડે તેમ આ સાહસીક કાર્યક્ષેત્રમાં આગળ વધવા માટેની પ્રેરણા સાક્ષી વાગડીયાને ઘરમાંથી જ મળેલ હતી. સાક્ષીના પીતા રાજેશભાઇ વાગડીયા 27 વર્ષ વધુ સમયથી હેમ રેડીયો સ્ટેશન ચાલવે છે. સાક્ષી વાગડીયાનો પરીવાર હેમ રેડિયો સ્ટેશન ચલાવવા અને આપાતકાળે દેશના કોઇપણ વિસ્તારમાં સેવા આપવા સદાય તત્પર રહે છે.

થોડા વર્ષ પૂર્વે દેશ આવેલ સાયકલોન વખતે પણ સાક્ષીના પિતા રાજેશભાઇ વાગડીયા અને તેની માત્ર 15 વર્ષની ભત્રીજીએ હેમ રેડીયો ઓપરેટર તરીકેની સેવા સુપેરે બજાવી હતી. 47 વર્ષના રાજેશભાઇ વાગડીયા રાલ રાજકેાટમાં જ  હેમ રેડીયો સ્ટેશન ધરાવે છે. એટલું જ નહીં પણ ડીજીટલ હેમ રેડીયોની આધુનિક ટેકનોલોજીને અપનાવી રહયા છે. તેઓ અને પુત્રી સાક્ષી હાલ ગવર્મેન્ટ સ્કુલ અને કોલેજોમાં વિદ્યાર્થીઓને હેમ રેડીયો ટેકનોલોજીથી અવગત કરવા કાર્યક્રમો યોજી આવનારી પેઢીને તેઓના અનુભવ અને જ્ઞાનને હસ્તાંતર કરવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે. અત્યારના આધુનિક ટેકનોલોજીના સમયમાં સોશિયલ સાઇટો પર માથું ખપાવવામાં સમય બગાડતા યુવાધન માટે હેમ રેડિયો એક અનોખો અનુભવ પુરવાર થઇ શકે.

85c

વિશ્વમાં ઘટેલી અનેક આપદાઓ અને યુધ્ધોમાં હેમ રેડીયોની સેવા નોંધપાત્ર બની રહી છે. ભારતમાં પણ હેમ રેડીયો સ્ટેશનો ઓપરેટ કરતા અનેક સાહસિકો છે. હાલના આધુનિક ડિજિટલ ટેકનોલોજીના સમયમાં  ગુજરાતનું એકમાત્ર ડિજિટલ કોમ્યુનિકેશનની સુવિધા ધરાવતું હેમ રેડિયો સ્ટેશન રાજકોટમાં પણ છે. જેમાં કુદરતી આફતમાં ઇન્ટરનેટ વિના વાતચીત- ઇ-મેઇલ થઇ શકે છે. રાજકોટનું ગૌરવ એવી હાલ 27 વર્ષની સાક્ષી વાગડીયા 21મી સદીના યુવાવર્ગ માટે એક આદર્શ બની રહી છે.   આમ કહી  શકાય કે હેમ (એમેચ્યોર) રેડીયો સદી પહેલાની શોધ હોવા છતાં હાલના સાંપ્રત સમયમાં અને આવનાર ભવિષ્યમાં પણ પ્રસ્તુત બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.