અબતક, મેહુલ ભરવાડ, હળવદ

શક્તિનગર ગામ નજીક આવેલ નકલંક ટાઉનશીપમાં રહેતા 23 વર્ષીય યુવાન કોયબા રોડ પરથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી ગયા બાદ 20 કલાકની ભારે શોધખોળ બાદ આ યુવાનની લાશને કેનાલમાં થી બહાર કઢાઇ છે,
હળવદ તાલુકાના શક્તિનગર ગામ પાસે આવેલ નકલક ટાઉનશીપમાં રહેતા અને મૂળ કોંઢના કલ્યાણપુર ગામના પ્રતાપભાઈ ધમાભાઈ ભુંભરીયા ઉંમર વર્ષ 23 ગઈ કાલે સવારના સાત વાગ્યાની આસપાસ દૂધ દેવા માટે ઘરે થી હળવદ જવા રવાના થયા હતા જોકે બે કલાક વીતવા છતાં પણ યુવાન ઘરે પરત ન આવતાં પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી એવામાં યુવાનના દૂધ ભરેલા કેન સાથે નું બાઈક અને મોબાઈલ કોયબા રોડ પરથી પસાર થતી નર્મદા કેનાલ કાંઠેથી મળી આવ્યું હતું.

જેથી આ યુવાને કેનાલમાં ઝંપલાવ્યુ હોવાની આશંકા વચ્ચે પરિવારજનો દ્વારા હળવદના ટિકર ગામના તરવૈયાઓની મદદથી ગઈકાલે દિવસ દરમિયાન નર્મદા કેનાલમાં શોધખોળ કરવામાં આવી હતી જોકે મોડી સાંજ સુધી યુવાનો કોઈ જ પત્તો લાગ્યો ન હતો બાદમાં પરિવારજનો દ્વારા રાત્રિના સમયે વોટરપ્રુફ કેમેરા થી પણ નર્મદા કેનાલમાં શોધખોળ જારી રાખી હતી તેવામાં રાતના દોઢેક વાગ્યાની આસપાસ પ્રતાપભાઈની લાસ નર્મદા કેનાલમાંથી મળી આવી છે મૃતક યુવાનનું અકસ્માત કેનાલમાં પડી ગયો હતો કે આત્મહત્યા કરી છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે બીજી તરફ જુવાનજોધ દીકરાના અકાળે અવસાનથી પરિવારજનોમાં કાળો કલ્પાંત વ્યાપી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.