ઘુડખરોનો પ્રજનન કાળા હોવાથી અભ્યારણ બંધની વન વિભાગે કરી જાહેરાત

હળવદનું ટીકર ઘુડખર અભ્યારણ ચાર મહિના માટે બંધ કરવામા આવ્યુ છે.ઘુડખરોનો પ્રજનન કાળા હોવાથી ચાર મહીના અભ્યારણ બંધ કરાયું છે. અને અભ્યારણ બંધની વન વિભાગે જાહેરાત કરી છે.તેમજ ઘુડખર અભ્યારણ દશમા મહીનામા ખુલશે.
હળવદના વન વિભાગના રેન્જ  ફોરેસ્ટર ઓફિસર ડઢાણીયા સાહેબે જણાવ્યું હતું,કે,હળવદનું ટીકર ઘુડખર અભ્યારણ 15 જુનથી 15 ઓક્ટોબર સુધી બંધ કરી દેવામાં આવ્યું છે.હાલ ઘુડખરોનો પ્રજનન કાળા હોવાથી એમને ડિસ્ટબ ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.આ ઘુડખર અભ્યારણમાં આશરે 6 હજાર જેટલા ઘુડખરો છે.તેથી ઘુડખર અભ્યારણની મુલાકાતે આવતા ફોરેનરોની સંખ્યા વધુ હોય છે.
ઉપરાંત સ્થાનિક લોકો તથા અન્ય વિસ્તારોમાંથી પણ.લોકો આ ઘુડખર અભ્યારણની મુલાકાતે આવે  છે.ત્યારે હાલ ચાર મહિના માટે આ ઘુડખર અભ્યારણ બંધ કરવામાં આવ્યું છે અને ઘુડખર અભ્યારણ દશમા મહીનામા ખુલશે ત્યારે પ્રવાસીઓને ઘુડખર અભ્યારણ જોવાની તક મળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.