• ગોલાસણ ગામે સાથે કામ કરવા બાબતે યુવક સહિત ત્રણ વ્યક્તિ પર હુમલો
  • બાઇકને કારથી ટકકર મારી મારી લોખંડના પાઇપથી ચાર શખ્સોએ માર માર્યો

આરોપી સાથે મજૂરી કામ કરવા જતો યુવક મજૂરી કરવા ન જતા યુવક અને તેના સાથે રહેલા બે વ્યક્તિ પર ચાર આરોપીએ જીવલેણ હુમલો કરતા મામલો હળવદ પોલીસ મથકે પહોંચ્યો છે.મળતી માહિતી અનુસાર, હળવદનાં ગોલાસણ ગામે રહેતા વિક્રમભાઇ તેના મિત્રો સંજયભાઇ વાઘજીભાઇ, મેહુલભાઇ વાઘજીભાઇ, નાથાભાઇ વાઘજીભાઇ અને વાઘજીભાઇ સાથે મજૂરી કામે જતા હતા. પરંતુ વિક્રમભાઇ કામ કરવા નહી જતા ઘટનાનું મનદુ:ખ રાખી સંજયભાઇ વાઘજીભાઇ, મેહુલભાઇ વાઘજીભાઇ, નાથાભાઇ વાઘજીભાઇ અને વાઘજીભાઇએ વિક્રમભાઇ સાથે બોલાચાલી કરી વિક્રમભાઇના ભાઈ મારામારી કરી મહેશભાઇ ધીરૂભાઇ બહાતીયાનાં બાઈકને પાછળથી લોખંડની પાઇપ નો ઘા કરી.

ઇકો કારથી ટક્કર મારી જમીન પર પાડી દઇ ફરીયાદી મહેશભાઈ અને તેમના ભાઈ વિક્રમભાઇને  તથા તેના મિત્ર નવઘણભાઇને જમીન પર પાડી દઇ શરીરે મુઢ ઇજાઓ પહોંચી હતી જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં વિક્રમભાઈ ને માથા માં અને હોઠ માં ઇજા પહોંચી હોવાથી ટાંકા લેવા પડ્યા હતા ત્યારે સમગ્ર મામલે વિક્રમભાઇના ભાઈ મહેશભાઇ ધીરૂભાઇ બહાતીયાએ હળવદ પોલીસ મથકે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.